Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લો દિવસે ને દિવસે સ્ત્રી અત્યાચારો સહિતના કિસ્સાઓને લઈને બદનામ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, હજુ તો તાજેતરની જ વાત છે કે કલ્યાણપુર તાલુકામાં રહેતા એક યુવકના નામનું સોશ્યલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવી બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી, દરમિયાન દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક એવા ખંભાળીયામાં વસવાટ કરતા મુકેશભાઈ (નામ બદલાવેલ છે) ની પત્નીના અગાઉ ન્હાતી સમયના ન્યુડ વિડીયો બનાવી અને ત્રણ વર્ષ દરમિયાન બ્લેકમેલીંગ કરી જયારે મહિલા સગીર વયની હતી ત્યારે બળાત્કાર ગુજારનાર જામનગરના એક શખ્સ સામે ખંભાળિયા પોલીસમથકમા ગુન્હો નોંધાયો છે,
વાત એવી છે કે ખંભાળીયામાં વસવાટ કરતાં મુકેશભાઈની પત્નીના જામનગરમાં રહેતા અનિલ રાજગોર નામના શખ્સે ન્હાતી વખતના ન્યુડ વિડીયો બનાવીને વિડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો, જે બાદ એક દિવસ મહિલાને ઘરે કોઈ ના હોય ત્યારે ઘરમાં ઘુસી જઈને તેણી પર દુષ્કર્મ આચર્યું ત્યારે તે સગીરવયની હતી, જે બાદ અવારનવાર ફોટાઓ અને વિડીયો વાઈરલ કરવાની ધમકી પણ અનિલ આપતો હતો, અને મહિલાના પતિને પણ ફેક આઈડી બનાવી અને તેના પતિના મોબાઈલમા અગાઉના આવા વિડીયો અને ફોટાઓ મોકલી પતિને છોડી પોતાની સાથે રહેવા દબાણ કરવાના મામલે અનિલ રાજગોર સામે દુષ્કર્મ, પોસ્કો, આઈટી એકટ સહિતની કલમો હેઠળ ખંભાળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.