જામનગરમાં મૈત્રી રંગોળી સ્પર્ધા યોજાઇ

બહેનોએ મોટી સંખ્યામાં લીધો ભાગ

જામનગરમાં મૈત્રી રંગોળી સ્પર્ધા યોજાઇ

mysamachar.in-જામનગર:

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલ શિવ મંદિર સમિતિ દ્વારા મૈત્રી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બેટી બચાવો,સ્ટેચ્યુ ઓફ યુનિટી,કાર્ટૂન,ગણપતિ,માં આશાપુરા,કુદરતી દ્રશ્યો સહિતની રંગોળીઓ ૫૦ જેટલા સ્પર્ધકોમાં નાની બાળાઓ સહિત મહિલાઓ દ્વારા બનાવવામાં આવી હતી.કાર્યક્રમનું આયોજન વોર્ડ નં.૨ના કોર્પોરેટર ચેતનાબેન પુરોહિત,સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હર્ષાબા પી. જાડેજા તથા મંત્રી શહેર મહિલા મોરચાના ભાવીશા જે. ધોળકીયા દ્વારા કરવામાં આવ્યું  હતું અને આ અનોખી રંગોળી સ્પર્ધામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકોનો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા.