Mysamachar.in:નર્મદા નવસારી
રાજ્યમાં દિનપ્રતિદિન લાંચિયા બાબુઓ કોઈ ને કોઈ કામ માટે અરજદારો પાસેથી ટેબલ નીચેનો વહીવટ કરે છે અને બાદમાં એસીબીને હાથ ઝડપાઈ જાય છે, આવા જ બે કિસ્સાઓ છેલ્લા 24 કલાકમાં એસીબીને હાથ લાગ્યા છે.સૌ પ્રથમ નર્મદા જીલ્લાની વાત કરવામાં આવે તો…નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સેજાના રેવન્યુ તલાટી વર્ગ-3 ને ગામના એક જાગૃત નાગરિકે પોતાના માતાજી મરણ ગયેલ હોય તેમ જમીનના 7/12 તથા 8-અ માંથી તેઓનું નામ કમી કરી આપવાના અવેજ પેટે આ મહિલા તલાટીએ પ્રથમ 1000 ની માંગણી કરેલ જે લાંચના રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.જે બાદ લાંચના છટકાનું આયોજન કરતા મહિલા તલાટી નિમિષા રાવત નો ફરિયાદી એ કોન્ટેકટ કરતા રાજપીપલા મામલતદાર કચેરી ખાતે હોવાનું જણાવી ફરિયાદી પાસેથી 1000 ની લાંચની માંગણી પ્રમાણે રોકડ રકમ સ્વીકારતા ACB ના હાથે ઝડપાઇ ગયા મહિલા તલાટી ને ઝડપી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવેલ છે
જયારે અન્ય કિસ્સાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના ચીખલી વિસ્તારમાંથી એક આસામીએ જલાઉ લાકડું એકઠું કરી સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાલી કરાવવા રવાના કર્યું હતું. પરંતુ સણવલ્લા ગામ દુધ મંડળી સામે મહુવા ફોરેસ્ટના બીટ ગાર્ડ આરોપી તરૂણભાઇ ઠાકોરભાઇ નેતા,બીટ ગાર્ડ વર્ગ-3, મહુવા વેલણપુર બીટ વાળાએ ટેમ્પા ચાલકને લાકડા ભરેલ ટેમ્પા બાબતે પુછપરછ કરી, દાખલાની માંગણી કરી હતી. જેને લઈને ટેમ્પા ચાલકે પોતાની પાસે નહી હોવાનુ જણાવ્યુ હતું. જેથી આરોપી બીટ ગાર્ડે ટેમ્પા ચાલકના મોબાઇલ ફોનથી તેના માલિક સાથે મોબાઇલ ફોન ઉપર કાયદેસરની કાર્યવાહી નહી કરવા માટે રૂ.10000ની લાંચની રકમની માંગણી કરી હતી. રકજક બાદ રૂપિયા 5000 આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આજે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહુવા રેન્જ ફોરેસ્ટરની ઓફીસ રૂમમાં આરોપી વતી દર્શનકુમાર કનુભાઇ ચૌધરી કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. જયારે બીટગાર્ડને શોધવા ACB એ ચક્રો ગતિમાન કર્યા છે.