પેસેન્જર ભરેલી લકઝરી બસની પલ્ટી, 2 ના મોત

અહી બની છે આજે વહેલી સવારે આ ઘટના

પેસેન્જર ભરેલી લકઝરી બસની પલ્ટી, 2 ના મોત

Mysamachar.in:મહેસાણા

સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસના ડ્રાઈવરે મહેસાણાના નંદાસણ નજીક અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળે ટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા. ક્રેનની મદદ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.આ દુર્ઘટનામાં 2ના કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. તો આ અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસમાં 18 થી 20 જેટલા મુસાફરો સવાર હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.