LRD જવાને સર્વિસ રિવોલ્વરથી પોતાના પર જ ગોળી ચલાવી જિંદગી ટૂંકાવી

એસ.પી.સહિતનો કાફલો દોડી ગયો, વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.

LRD જવાને સર્વિસ રિવોલ્વરથી પોતાના પર જ ગોળી ચલાવી જિંદગી ટૂંકાવી
મૃતકની ફાઈલ તસ્વીર

Mysamachar.in-મોરબી

મોરબી જીલ્લાના હળવદના LRD જવાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લેતા પંથકમાં ચકચારી મચી જવા પામી છે. હળવદના સાપકડા ગામના LRD અનિલ ડાભીએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે, જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં પેટાચૂંટણીઓના ઈલેક્શનમાં LRD જવાનને રિવોલ્વર અપાઈ હતી. આ રિવોલ્વરથી તેને પોતાની જિંદગી ટૂંકાવી હોવાની દુખદ ઘટના સામે આવી છે, જવાનના આપઘાત અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે. હાલ LRD જવાનના મૃતદેહનો પોલીસે કબજામાં લઈને રાજકોટ ખાસે પીએમ અર્થે ખસેડ્યો છે.

જે રીતે મોરબીથી અમારા સ્થાનિક પ્રતિનિધિ પાસેથી વિગતો મળી રહી છે તે પ્રમાણે હળવદનાં સાપકડા ગામના LRD જવાન અનિલ દાનાભાઈ ડાભીએ ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વરથી ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધી છે. રાત્રીના આશરે 10:30 વાગ્યાની આસપાસ પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘેર હતા. આ દરમિયાન અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા.

જે બાદ અનિલ ડાભીને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ, મોરબી એસપી એસ.આર.ઓડેદરા, સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી ગયો હતો. મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ પીએમ માટે ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે. જોકે, આ આત્મહત્યા કેમ કરી એ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પોલીસ આ મામલે વિશેષ તપાસ કરી રહી છે. અને પી.એમ.રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.