ધ્રોલની સીમમાં પ્રેમીપંખીડાનો આપઘાત

3 દિવસ પૂર્વે આપઘાત કર્યાનું તારણ

ધ્રોલની સીમમાં પ્રેમીપંખીડાનો આપઘાત

mysamachar.in-જામનગર:

દેવીપૂજક યુવાન અને આદિવાસી યુવતી વચ્ચે આંખ મળી ગયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ આ દુનિયા એક થવા દેશે નહીં તેવા ભય વચ્ચે પ્રેમીપંખીડાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો બનાવ ધ્રોલ તાલુકામા બન્યો હોય,પોલીસે લાશનો કબ્જો સંભાળીને વધુ તપાસ હાથ ધરી છે,

જોડિયા તાલુકાનાં મેઘપર ગામે ખેત મજૂરી કરતાં કનુભાઈ બારૈયાની પુત્રી સુમિત્રા અને ધ્રોલ તાલુકાનાં ભેંસદડ ગામે રહેતા હસમુખ જગૂભાઈ વાજલીયા નામના દેવીપૂજક યુવાન વચ્ચે પ્રણય સંબંધ છેલ્લા ઘણા સમયથી હોય,દરમ્યાન કોઈ કારણોસર આ પ્રેમીપંખીડાએ ત્રણ દિવસ પહેલા ભેંસદડ ગામની સીમમાં અવાવરુ જગ્યા ઝેરી દવા પીને આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યાં હતા,

આ બનાવની ધ્રોલ પોલીસને જાણ થતાં પ્રેમીપંખીડાની લાશનો કબ્જો સંભાળીને જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે પી.એમ.માં ખસેડવામાં આવી છે.