સીમકાર્ડ અપગ્રેડ કરવાના ચક્કરમા લાખો ગુમાવ્યા

ભેજાબાજોની આ તરકીબથી લોકો રહેજો સાવધાન

સીમકાર્ડ અપગ્રેડ કરવાના ચક્કરમા લાખો ગુમાવ્યા
symbolic image

Mysamachar.in-સુરત

ભેજાબાજ ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને લોકોને વિશ્વમાં લઇ અને તેની સાથે ઓનલાઈન ઠગાઈ કર્યાના કિસ્સાઓ સતત સામે આવતા જ રહે છે, અત્યારસુધી પેટીએમ કેવાયસી કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા બાદ હવે સીમકાર્ડ અપગ્રેડ કરવાના નામે છેતરપીંડીનો  કિસ્સો સામે આવ્યો છે,  આઇડીયા કંપનીનું સીમ કાર્ડ 3જીમાંથી 4જીમાં અપગ્રેડ કરાવવાના બહાને ભેજાબાજે કોલ અને ટેક્સ મેસેજ મોકલાવી આઇસીઆઇસીઆઇ બેંકની ઓનલાઇ પેમેન્ટની એપ્લિકેશન હેક કરી લેબર કોન્ટ્રાક્ટરની પત્નીના ખાતામાંથી રૂા. 6.40 લાખ ઉપાડી લેવાની ઘટના સામે આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં જલારામ નગર ખાતે રહેતા અને અલગ અલગ મિલમાં લેબલ કોન્ટ્રાકટરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રવિન્દ્ર પટેલને લોકડાઉન સમયે   17 મેના રોજ મોબાઇલ નં. 6289065632 પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ આઇડીયા કેરમાંથી બોલું છું અને તમારું સીમ કાર્ડ 3જીમાંથી 4જીમાં અપગ્રેડ કરવું પડશે નહી તો 24 કલાકમાં સીમ કાર્ડ બંધ થઇ જશે. એમ કહી મોબાઇલ નં. 8637884553 પરથી સીમ કાર્ડ નંબર લખેલો ટેક્સ મેસેજ મોકલાવ્યો હતો. આ મેસેજ 12345 પર ફોરવર્ડ કરવાનું કહ્યું હોવાથી Y લખીને રવિન્દ્રએ મેસેજ આઇડીયા કંપનીના 59461 પર ફોરવર્ડ કર્યો હતો.