Mysamachar.in-જામનગર
હાલારના અન્ય તાલુકાઓના ગામોમાં જે રીતે અનેક ગામોમા જુદી-જુદી સમસ્યાઓ હોય છે અને ઘણી સમસ્યાઓ તો અણઉકેલ રહે છે, કાં તો અધકચરા ઉકેલ આવે છે તેવી જ અન્ય સમસ્યાઓની જેમ ધ્રોલ જોડીયા પંથકમા અનેક આંતરિક રોડની હાલત બદતર છે, પરંતુ પંચાયત દ્વારા કંઇ ગંભીરતા લેવાતી ન હોવાની ગ્રામ્ય વિસ્તારોમાંથી ફરિયાદ ઉઠતી જ રહે છે, પરંતુ નવા રોડ બનાવવા તો ઠીક રીપેરીંગ પણ થતા નથી, અનેક ગામડાઓની જેમ અમુક ગામમાથી ફરિયાદ જે જિલ્લા કક્ષાની મીટીંગમા ચર્ચાતી રહી છે,
તેમાના અમુક પ્રકરણો જોઇએ તો તારાણા પીઠડ રોડ બિસ્માર હોવા ઉપરાંત બંને સાઇડ જંગલ કટિંગ થતા ન હોઇ વાહન ચાલકોને અંદાજ ન આવતા અકસ્માત થવાના ભય રહે છે, અને અકસ્માત થાય છે પણ ખરા અને વાહનને નુકસાન થાય સાઇડ ન મળે માટે અકસ્માત થાય તેવુ વારંવાર થાય છે, તેમજ તારાણા પીઠડ રોડ મંજુર થયો છે પરંતુ ખેડુતો રાજી નથી તેથી જમીન સંપાદીત કરી રોડ બની શક્તો નથી ત્યારે લોકોનો પ્રશ્ન છે કે તો બીજેથી રોડ ના કઢાવી શકાય?? ઉપરાંત ધ્રોલના ઇટાળા સુમરા રોડ ખરાબ થઇ ગયો છે છતા પંચાયતને કંઇ પડી જ નથી, આવા તો અનેક પ્રશ્નો રોડના છે જે બાબતે જિલ્લા અને તાલુકા પંચાયતને દરકાર જ નથી તેવો સુર ઉઠી રહ્યો છે.