જામનગર શહેરમાં દિનદહાડે લુંટની ઘટના

ત્રણ ઇસમોએ આ રીતે કરી લુંટ

જામનગર શહેરમાં દિનદહાડે લુંટની ઘટના

Mysamachar.in:જામનગર

જામનગર શહેરમાં ગુન્હો કરનારાઓને હવે પોલીસનો ડર રહ્યો ના હોય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં ભરચક વિસ્તારમાં દિનદહાડે એક યુવક પાસેથી રોકડની લુંટની ઘટના સામે આવી છે, આ અંગેની વિગતો એવી છે કે મજુરી કામ કરતા રમેશભાઈ ખેતાભાઈ રાઠોડ જેવો એરફોર્સ રોડ ખેતીવાડી સામે ઈન્દીરા કોલોનીમાં વસવાટ કરે છે તેવો દિગ્જામ સર્કલ પાસે આવેલ આઈ.સી.આઈ.સી.આઈ બેન્કના એ.ટી.એમ માથી રૂપીયા 10,000 ઉપાડેલ જેમા તમામ નોટો 500 ની હતી તે તથા તેમના પાકિટમા બીજા પરચુરણ 2000 રૂપિયા રાખેલ હતા તે પાકિટ તેવોએ તેમના પેન્ટના પાછળના ખીસ્સામાં રાખેલ હોય આ વખતે ત્રણ અજાણ્યા માણસો આવેલ અને એક માણસે પાછળથી રમેશભાઈનો હાથ પકડી રાખેલ બીજાએ તેમને મુંગો આપેલ અને ત્રીજા માણસે રમેશભાઈના પેન્ટના પાછળના ખીસ્સામાથી પાકિટ કાઢી ત્રણે ઇસમો રૂ.12,000/-ની લુટ કરી નાશી છૂટ્યાની ફરિયાદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.