પાન ખાઇને મો લાલ રાખવાની હાલતમાં વેરવિખેર જામનગર શહેર કોંગ્રેસ

નાગરીકો અંગે કોઇ ઠોસ મુદા નથી ને "હુ વિપક્ષ નેતા થઇશ હો." ના ઝઘડા

પાન ખાઇને મો લાલ રાખવાની હાલતમાં વેરવિખેર જામનગર શહેર કોંગ્રેસ

Mysamachar.in-જામનગર

જામનગર કોંગ્રેસની કોર્પોરેશનની ચુંટણીમા એક તરફ પ્રચારના સાસા છે, ખર્ચના ય સાસા છે તેવામા અમુક આગેવાનો પોતાના ગૃપ પુરતા જ સક્રિય છે, ત્યારે આવી વેર વિખેર જેવી સ્થિતિમા પાન ખાઇને મો લાલ રાખવાની હાલતમા જામનગર શહેર કોંગ્રેસ છે, રાજકારણમાં સંગઠન મજબુત જોઇએ એ સંગઠનનો સૂર એક જ હોવો જોઇએ પ્રજા માટે શુ કરવુ છે તે નક્કી અને સ્પષ્ટ વિઝન હોવુ જોઇએ પ્રચારની એક ઢબ હોવી જોઇએ શહેરીજનોની સમસ્યાઓનો  અભ્યાસ હોવો જોઇએ ને તેના ઉકેલ કેમ થાય તેનુ આયોજન હોવુ જોઇએ.

પરંતુ એક તો માંડ-માંડ ઉમેદવાર ભેગા કર્યા ત્યા વળી ઉપાધી ઓછી છે અત્યારથી કોંગ્રેસમા ખેચતાણ એવી છે કે હુ વિપક્ષનો નેતા થઇશ હો.....લે બોલ? અરે ભાઇ આ વખતે ભાજપની સ્થિતિ નબળી છે ભાજપમાં અસંતોષ છે તેનો લાભ લઇ પ્રચારમા જી જાન લગાવો તમે સતામા આવી શકો તેમ છો......પણ ના એવુ જોમ દેખાડવુ જ નથી તો ક્યાથી કોંગ્રેસના ઉમેદવાર જીતે.? તમે હારવા માટે લડો છો? તેવી કોઇ ગોઠવણ છે? કે જીતવા માટે લડો છો? અત્યાર સુધી તો શહેર કોંગ્રેસનો આવો વેરવિખેર માહોલ જોતા કોંગ્રેસના ઉમેદવારો બહોળી સંખ્યામા જીતે તેવો માહોલ નથી છતાય બણગા ફુંકવાનુ ચાલુ જ છે...!