નિર્ણય: જામનગરમા નહિ યોજાય લોકમેળો

સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિણર્ય

નિર્ણય: જામનગરમા નહિ યોજાય લોકમેળો
file image

Mysamachar.in-જામનગર:

હાલ રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે અને દિવસે ને દિવસે જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને અધ્યક્ષસ્થાને મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ વર્ષે જામનગરમાં યોજાતા મેળાનું આયોજન મુલતવી રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. જો કે રાજકોટમાં પણ આ વખતે યોજાનાર મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.