Mysamachar.in-વડોદરા
રોજ રાજ્યના એક જીલ્લામાંથી એવી રીતે દારૂ ઝડપાઈ જે દારૂની હેરાફેરી કરનારના નવા નવા આઈડિયાઓ ને ખોલે છે, આવી જ વધુ એક હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે, નામાંકિત બિસ્કીટ કંપનીઓના બોક્સમાં દમણથી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ મંગાવવાના કીમિયાનો વડોદરા પોલીસની પીસીબી ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની 298 બોટલો સાથે 1.64 લાખની મતા કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે, પોલીસને માહિતી મળી હતી કે ગોરવા જીઆઇડીસી માં આવેલ એક શેડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરમિયાન નામાંકિત બિસ્કીટ કંપનીઓના બોક્સમાંથી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવતો હતો. દરોડા દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા 1.49 લાખની કિંમત ધરાવતી 298 બોટલો અને રૂપિયા 15 હજારની કિંમતના મોબાઇલ સહિત 1.64 લાખની મતા કબજે કરી લીધી હતી. પોલીસે જથ્થા સાથે દીપ દવેને ઝડપી પાડ્યો છે,