પાઉડરના પેકેટની આડમાં છુપાયેલો દારૂનો જથ્થો ઝડપાયો..

બુટલેગરોની નવી ટ્રીક 

પાઉડરના પેકેટની આડમાં છુપાયેલો દારૂનો જથ્થો ઝડપાયો..

Mysamachar.in-ભાવનગર:

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો નવી-નવી તરકીબો શોધીને દારૂ પહોંચાડી દે છે,ત્યારે ભાવનગર પોલીસે દારૂ ઘુસાડવાની વધુ એક મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી છે,ભાવનગરના નારી ચોકડી નજીક ચોક્કસ બાતમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું,તે દરમિયાન પોલીસે એક શંકાસ્પદ ટોરસ ટ્રકનું ચેકિંગ કરતાં ટ્રકમાં બેઠેલા ત્રણ પૈકી એક શખ્સ નાસી છૂટ્યો હતો, તો બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

ટોરસ ટ્રકની અંદર તપાસ કરવામાં આવતા ઉપર પાઉડરની થેલીઓ અને નીચે વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ૬૮૬ દારૂની પેટી સહિત કુલ ૩૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો ધરમસિંગ રાજપૂત અને છેલસિંગ રાજપૂતને ઝડપી લેવાયા છે, ઉપરોક્ત દારૂનો જથ્થો આપનાર સોહનલાલ બીશ્નોઇ તથા દારૂનો જથ્થો મંગાવનાર દિગ્પાલસિંહ ઉર્ફે અને નાસી ગયેલા આરોપી અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.