કહેવાય છે ને પોલીસ પાતાળમાંથી પણ શોધી આવે, જમીનમાં દાટેલો દારુ કાઢ્યો..

પોલીસ પેટ્રોલિંગમાં હતી ને માહિતી મળી...

કહેવાય છે ને પોલીસ પાતાળમાંથી પણ શોધી આવે, જમીનમાં દાટેલો દારુ કાઢ્યો..
symbolic image

Mysamachar.in-મહેસાણા

આપને ત્યાં કહેવાય છે ને કે પોલીસ ધારે તો પાતાળમાંથી પણ શોધી લાવે ઉક્તિ મહેસાણામાં સાર્થક થઇ જ્યાં જમીનમાં દાટવામાં આવેલ દારૂનો મોટો જથ્થો પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાઢ્યો છે, મહેસાણાના પ્રદૂષણપરામાં રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જમીનમાં દાટેલા લોખંડના પીપમાંથી એલસીબીએ રૂ 52.380ની કિંમતના દારૂની 440 બોટલો સાથે શખ્સ ઝડપાયો હતો. પ્રદૂષણપરામાં રહેતા રમેશ માળીએ તેના રહેણાંક મકાન અને તેના ઘર નજીક અંબાજી માતાના મંદિરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં લોખંડના પીપ જમીનમા દાટી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે.

માહિતીને આધારે એલસીબીએ રેડ કરતા જુદી જુદી જગ્યાએથી કાઢેલા લોખંડના પીપમાંથી રૂ 52.380ની કિંમતની વિદેશીદારૂની 447 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે રમેશ માળીની ધરપકડ કરી હતી. અને પુછપરછ દરમિયાન મળી આવેલો દારૂનો જથ્થો ટીબીરોડ પર સેધાપુરામા રહેતા ચિરાગ ઠાકોરે તેને આપ્યો હોવાની કબુલાત કરતા શહેર એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં બન્ને સામે પ્રોહિબીશનનો ગુનો નોંધાયો હતો.