દારૂ ઝડપાયો આરોપી નહિ.!

બી ડીવીઝનની કામગીરી

દારૂ ઝડપાયો આરોપી નહિ.!

mysamachar.in-જામનગર:

સીટી બી ડીવીઝન પોલીસે થોડાસમય પૂર્વે ૩૦ સપ્ટેમ્બરના  ગાંધીનગર વિસ્તારમાં થી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી હતી,પણ કોઈ આરોપી ત્યારે ઝડપાયો નહોતો,એવું જ ફરી પાછુ ગઈકાલે બન્યું છે,જેમાં પોલીસને આરોપીના ઘરમાં થી દારૂ ની ૧૩૨ બોટલો શોધી પાડવામાં સફળતા મળી છે,પણ આરોપી ના મળી આવતા વધુ એક વખત આશ્ચર્ય સર્જાયું છે,

જામનગર સીટી બી ડીવીઝન સર્વેલન્સસ્ટાફને એવી માહિતી મળી હતી કે શાંતિનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ કલુભા રાઠોડને ઘરે અંગ્રેજી શરાબનો જથ્થો હોવાની માહિતી પરથી પોલીસે રેઇડ કરતાં હિતેન્દ્રસિંહ ના મકાનમાંથી પોલીસને ૧૩૨ બોટલ દારુ જેની કીમત ૬૬૦૦૦ થાય છે,તે મળી આવ્યો હતો પણ અગાઉ જેમ દારૂ ભરેલ ગાડી રેઢી મળી આવી હતી તેમ હિતેન્દ્રસિંહ ના મળી આવતા તેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.