આજથી 4 દિવસ સૌરાષ્ટ્માં પડી શકે છે હળવો વરસાદ

ગઈકાલે પણ જામનગર સહીત સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં પડ્યો વરસાદ

આજથી 4 દિવસ સૌરાષ્ટ્માં પડી શકે છે હળવો વરસાદ
file image

Mysamachar.in-અમદાવાદ

રાજ્યમાં હાલ એક તરફ લોકો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં ખેડૂતોની ચિંતામાં કમોસમી વરસાદે વધારો કરી શકે છે, રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોર બાદ પણ સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડ્યો કયાંક કરા પણ પડ્યા....તો માવઠાના કારણે ઉનાળું પાકનું વાવેતર કરનારા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે કરેલી આગાહી મુજબ, 26 અને 27 એપ્રિલ દરમિયાન કચ્છ, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહેશે. એવામાં લોકોને બપોરના સમયે તાપમાં બહાર ન નીકળવા સૂચન કરાયું છે. બીજી તરફ 26થી 30 એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ તથા સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.