Mysamachar.in-જામનગર
જામનગર સહિત રાજ્યભરમા વારંવાર આગ લાગવાના બનાવ બનવા પામે છે તેમાય હોસ્પિટલ જેવા સ્થળોએ આગ લાગે એ કેવી કરૂણ સ્થિતિ સર્જાય છે તે સમજી શકાય છે તાજેતરમાં જ જામનગરની જી.જી હોસ્પીટલમા આગ લાગી ત્યારે જે મહામુસીબતે દરદીઓને બહાર કઢાયા તે દ્રશ્યો ધ્રુજારી પમાડનાર હતા તો રાજકોટ અમદાવાદ વડોદરા સુરતમા તો આવા બનાવમા જાનહાની પણ થયેલી માટે જામનગર મ્યુ.કમિશ્નરની સુચનાથી ચીફ ફાયર ઓફીસરે આ દિશામા સલામતીના પગલા લેવાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે પરંતુ હજુ તેમને સો ટકા સફળતા મળી નથી જો કે દાદ ન આપનાર હોસ્પીટલોને અલ્ટીમેટમ અપાયુ છે,
ચીફ ફાયર ઓફીસર બિશ્ર્નોઇએ જણાવ્યા મુજબ 122 હોસ્પીટલોને ફાયર સેફટીની નોટીસ અપાઇ હતી તેમાંથી હજુ 64 હોસ્પીટલોમા નિયમ મુજબ ફાયર સેફટી લગાવાઇ નથી માટે હવે આવી હોસ્પીટલોના નળ કનેક્શન કટ કરવાના લાઇટ કનેક્શન કટ કરવા તેમજ જરૂર પડ્યે હોસ્પીટલ વપરાશ બંધ કરાવા એટલે કે સિલ કરવા સુધીના પગલા કાયદા મુજબ લઇ શકાય છે તેમ પણ ચીફ ફાયર ઓફિોસરે જણાવ્યુ છે,
ઘણી જગ્યાએ માત્ર ફાયર એક્સીટીગ્યુશન એટલે કે લાલ ડબલા રાખીને સંતોષ માની લેવાય છે તેમાં શુ છે એ પણ ખબર હોતી નથી ખરેખર ફાયર એલાર્મ ફાયર હાઇડીંગ વોટર લાઇન તેમજ સહિતની ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવાની હોય છે તેમજ તે કેમ ચલાવવી તેની સ્ટાફને તાલીમ પણ આપવાની હોય છે અને ફીલઅપ તથા રીન્યુ પણ કરાવાની હોય છે માત્ર દેખાવ પુરતી વ્યવસ્થા ચાલે નહિ તેમાય હોસ્પીટલ જેવા સ્થળે તો ફાયર સેફટીમાટે બાંધછોડ ચલાવી જ ન લેવાય માટે હવે તંત્ર શુ પગલા લે છે?? અને હોસ્પીટલો કેવિ ગંભીરતા લે છે તે જોવાનુ છે
જે 64 હોસ્પીટલો ફાયર સેફટી માટે સળવળતી નથી ને તંત્રની નોટીસને દાદ આપતી નથી તેના નામ ને વિગત mysamachar ના વ્યુઅર્સ માટે અહિ આપી છે
1. ડો.જે.ડી.ચાંગેલા, સુમેર કલબ રોડ
2. સ્પંદન હોસ્પીટલ, શિવમ સ્ક્વેર, સુમેર કલબ રોડ
3. શિવમ મેટરનીટી હોલ, ગુલાબ નગર
4. કલ્યાણ હોસ્પીટલ, ગ્રીન સીટી રણજીત સાગર રોડ ભાનુ પેટ્રોલ પંપની સામે
5. ડોડીયા હોસ્પીટલ, દિગ્વીજય પ્લોટ જોલી, બંગલાની બાજુમાં
6. દુધાગરા હોસ્પીટલ, શિવમ સ્ક્વેર, સુમેર કલબ રોડ
7. શીગાળા હોસ્પીટલ, નોબલ હાઉસ, સુમેર કલબ રોડ
8. સહકાર બાળકોની હોસ્પીટલ, બેન્ક ઓફ બરોડાની સામે,સુમેર કલબ રોડ
9. આર્શીવાદ હોસ્પીટલ, ગોલ્ડન માર્કેટ, સુમેર કલબ રોડ
10. વોરા કલીનીંક સેન્ટર, ઓશવાળ કોલોની, સુમેર કલબ રોડ
11. અરીહંત ઈમેજીન,ઓશવાળ કોલોની, સુમેર કલબ રોડ
12. શ્રીજી ઓથોપેડીક હોસ્પીટલ, જોલી બંગલા, સુમેર કલબ રોડ
13. સોલેરીયમ એનકલેવ, પટેલ કોલોની શેરી નં ૧૦
14. મેન્ટલ હોસ્પીટલ, પટેલ કોલોની વિકાસ ગ્રહ રોડ
15. અગ્રાવત હોસ્પીટલ,નવાગામ ઘેડ મેઈન રોડ
16. મહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પીટલ, અંબર ટોકીઝની પાસે
17. શીગાળા હોસ્પીટલ, રાજ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, એસ.ટી. સામે
18. કલ્યાણી હોસ્પીટલ, રાહુલ કોપોરેત ઓફીસ, લાલપુર રોડ
19. ઈલા ચિલ્ડ્રન હોસ્પીટલ, રાહુલ કોપોરેત ઓફીસ, લાલપુર રોડ
20. અર્પણ આંખની હોસ્પીટલ, રાજ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, સુમેર કલબ રોડ
21. પાબારી હોસ્પીટલ, રાજ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, સુમેર કલબ રોડ
22. યુનિક હોસ્પીટલ એન્ડ આઈ.સી.યુ., રાજ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, સુમેર કલબ રોડ
23. હિતેષ આર. મશરૂ હોસ્પીટલ, શિવમ સોપીંગ સેન્ટર
24. સૌમ્ય હોસ્પીટલ, જોલી બંગલા, સુમેર કલબ રોડ
25. ઓમ ન્યુ બોન એન્ડ ચાઈલ્ડ કેર સેન્ટર, સેન્ટ્રલ બેન્ક રોડ હવાઈ ચોક
26. શ્રી મેટરનીટી હોસ્પીટલ, ખંભાળિયા નાકા બહાર
27. મશરૂ હોસ્પીટલ, 7 દિ. ન્યુ સ્કુલ
29. મધુરમ હોસ્પીટલ, 66 દિ. પ્લોટ
30. મમતા મેટરનીટી સેન્ટર, ખંભાળિયા નાકા બહાર
31. સમા હોસ્પીટલ, સુમેર કલબ રોડ
32. આયુષ નવજાત શિશુની હોસ્પીટલ, ઓમ કોમ્પલેક્ષ સુમેર કલબ રોડ
33. હાલર હોસ્પીટલ, 64 દિ. પ્લોટ
34. માનસ હોસ્પીટલ, 64 દિ. પ્લોટ
35. સત્યમ હોસ્પીટલ, 64 દિ. પ્લોટ
36. કુશાલ હોસ્પીટલ,દિ. પ્લોટ પોલીસ ચોકી પાસે
37. મહેતા હોસ્પીટલ, દિ.પ્લોટ પોલીસ ચોકી પાસે
38. મેઘધારા આયુંવેદિક હોસ્પીટલ, દિગ્જામ સર્કલ
39. ઓમ ઓર્થો એન્ડ પેન કેર, ખોડીયાર કોલોની
40. ઓમ હોસ્પીટલ, ખોડીયાર કોલોની, કામદાર કોલોની
41. જાગતી મેટરનીટી હોસ્પીટલ, ઇન્દીરા રોડ
42. રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, કાલાવડ નાકા પાસે
43. માનસિક આરોગ્યની હોસ્પીટલ, રામેશ્વર નગર
44. શાહ મેડીકલ ફાઉન્ડેશન, 55-56 દિ. પ્લોટ પોલીસ ચોકી પાસે
45. વસુંધરા હોસ્પીટલ, વાલ્કેશ્વરી નગરી મેઈન રોડ
46. જાનકી હોસ્પીટલ, એસ.ટી,બસ સ્ટેન્ડની બાજુ માં
47. ડો જે કે. શાણી હોસ્પીટલ, એસ.ટી,બસ સ્ટેન્ડની બાજુ માં
48. એન.એસ.વાછાની હોસ્પીટલ, એસ.ટી,બસ સ્ટેન્ડની બાજુ માં
49. સંકલ્પ હોસ્પીટલ, ટાઉન હોલ
50. આણદાબાવા હોસ્પીટલ, લીમડા લાઈન
51. રાધે હોસ્પીટલ, લીમડા લાઈન
52. જય હોસ્પીટલ, ગુરુધ્વારા ચોકડી
53. સોલંકી ઓર્થોપેડિક હોસ્પીટલ, ગુરુધ્વારા ચોકડી
54. ડો.કે.આર.રાવ, અંબર ટોકીઝ પાસે
55. એન. આર. ચોવટીયા ઓર્થોપેડિક, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે
56. મન હોસ્પીટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે
57. શ્રધ્ધા હોસ્પીટલ, સુમેર કલબ રોડ
58. તકવાણી હોસ્પીટલ, વાલ્કેશ્વરી નગરી
59. સુશ્રુષા આર્પૃવ મલ્ટી હોસ્પીટલ, વાલ્કેશ્વરી નગરી
60. રૂપારેલીયા હોસ્પીટલ, ગુરુધ્વારા ચોકડી
61. પિયા ચિલ્ડ્રન હોસ્પીટલ, ઇન્દીરા માર્ગ
62. કામદાર રાજય વિભાગ યોજના હોસ્પીટલ, રણજીત નગર