જિંદગી અને મોતના LIVE દ્રશ્ય CCTV માં થયા કેદ 

એક વ્યક્તિ હેમખેમ બચી જાય છે જયારે એક વ્યક્તિ મોતને ભેટે છે 

Mysamachar.in-મોરબી:

ઘણીવખત એવા અકસ્માતો સામે આવે છે કે વાહનોની સ્થિતિ જોતા લાગે કે કોઈ બચ્યું નહિ હોય પરંતુ કુદરત ધારે તેમ થાય કોઈને ખરોચ પણ ના આવી હોય અને ઘણીવખત એવું પણ થાય કે સામાન્ય ટક્કરમાં પણ લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે, એવામાં મોરબી નજીક પીપળી રોડ પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર યુવાનને રીક્ષાએ ઠોકર માર્યા બાદ ટ્રકનું વ્હીલ ફરી વળતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે. અકસ્માતના લાઇવ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં મોતના વિચલિત કરતા દૃશ્યો સામે આવ્યા છે. ટ્રકના કાળમુખા પૈડા નીચેથી જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે એક યુવકનું કરૂણ મોત થયું છે. જિંદગી અને મોતનો આ લાઇવ વીડિયો વિચલિત કરી શકે છે.