મહાનગરપાલિકાની ઉદાર નીતિ.! અઢી કરોડની લોન આપી આ પ્રોજેક્ટ માટે...હાલ સુધી સામે શું મળ્યું તો કે..
એક તો મનપા પાસે નાણા નથી બીજી તરફ....

Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં લેવાતા અણધડ નિર્ણયોના પરિણામો કેવા હોય છે તે વધુ એક વખત સામે આવ્યું છે. કઈક સારું કરવાનો ભાવ હોય છે પણ સારું થતું નથી તેવું અનેક કિસ્સાઓમાં બને છે છતાં મનપા શીખ લેવાનું નામ નથી લેતું, થોડા વર્ષો પૂર્વે મનપાએ હોટેલ વેસ્ટ, રેસ્ટોરન્ટ વેસ્ટ, અને અન્ય ઓર્ગેનિક વેસ્ટના નિકાલ માટે વેસ્ટમાંથી બેસ્ટ કરવા ગોબર ગેસ અને ખાતર બનાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, સારું થયા તેમાં કોઈ વાંધો ના હોય પણ અહી ખેલ કઈક ઉંધો ચાલ્યો હોવાનું જાણવા મળે છે,
સ્ટેન્ડીંગ કમિટી ઠરાવનાં. 627 પર નજર કરવામાં આવે તો... પ્રોડક્શન ઓફ પ્યુરીફાઈડ બાયોગેસ એન્ડ ઓર્ગેનીક ફર્ટીલાઈઝર એન્ડ પ્રોડક્ટ બાય કલેકટિંગ ડોમેસ્ટીક એન્ડ ઓર્ગેનીક વેસ્ટ ઓફ પબ્લિક ટોયલેટ/ એનિમલ વેસ્ટ/ હોટલ વેસ્ટ/ રેસ્ટોરન્ટ વેસ્ટ અને અન્ય ઓર્ગેનીક વેસ્ટ વગેરે (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ આધારિત/ કામ માટેના ધોરણસરની જાહેરાત આપી ઓનલાઈન ભાવો માંગવામાં આવેલ હતા. આવેલ ઓનલાઈન ભાવો તા. 25-05-2016 ના રોજ ખોલવામાં આવેલ હતા જેમાં સિંગલ ટેન્ડર MAXIM ENVIROMENTAL ENGINNERING PRIVATE LIMITED નું આવેલ છે. આવેલ ભાવો 10 વર્ષના સમયગાળા માટે મહાનગરપાલિકાને રૂ. 61,20,000/- (અંકે રૂપીયા એકસઠ લાખ વીસ હજાર પુરા) આવેલ છે. આવેલ ભાવોનું કમિશ્નરના અધ્યક્ષસ્થાને તા.6-06-2016ના રોજ નેગોશીએશન કરવામાં આવેલ હતું. આ નેગોશીએશમાં કંપની દ્વારા આવેલ ભાવોમાં વધારો કરી મહાનગરપાલિકાને 10 (દશ) વર્ષના સમયગાળા માટે રૂ. 64,80,000/- (અંકે રૂપિયા ચોસઠ લાખ એસી હજાર પુરા) આપશે.
-આ એમ.ઓ.યુ.નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે...
જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલી જગ્યામાં રખડતા ઢોરના ડબાનો ગોબર પોર્ટેબલ ટોઇલેટના મળમૂત્ર તથા સેપ્ટિક ટેંક ક્લીનીગ ટ્રકનો વેસ્ટ તથા હોટલો અને રેસ્ટોરન્ટનો તેમજ ઢોરના ડબાનો ઓર્ગેનીક વેસ્ટના નિકાલ માટેનો પ્રોજેક્ટ બનાવી વાતાવરણને પ્રદુષણ રહિત બનાવી સમાજને રાજ્યને તથા રાષ્ટ્રને ઉપયોગી થવાનો હેતુ છે. આ નવી ટેકનોલોજીની મદદથી જામનગર મહાનગરપાલિકાના વેસ્ટ નિકાલના બેસ્ટમાં ફેરવી તેમાંથી ગોબર ગેસ બનાવવાનો અને દાણાદાર જૈવિક ખાતર/ ઇંધણ વિગેરે બનાવવાનો છે, વેસ્ટમાંથી બેસ્ટ વિથ ઝીરો ડીસ્ચાર્જ થીમની ટેકનીકથી જામનગરનું વાતાવરણ પ્રદુષણ રહિત બનાવવાનો અને જૈવિક ખાતરના ઉપયોગથી ખેતીને ફળદ્રુપ બનાવીને તેનું ઉત્પાદન વધારવાનો છે. એમ જણાવેલ છે.
-મનપાએ અઢી કરોડ આપ્યા પણ હજુ સુધી કઈ મળ્યું નથી...
આ ઠરાવનો અભ્યાસ કરતા તેમાં લખવામાં આવ્યું છે કે પ્રોજેક્ટની શરૂઆતના સમયે મહાનગરપાલિકા દ્વારા કંપનીને 2.50 કરોડની લોન આપવામાં આવશે.(જે અપાઈ ગઈ છે) જેનો વ્યાજનો દર 5% સાદું વ્યાજ પ્રતિ વર્ષ રહેશે. ત્યારબાદ મ.ન.પા. દ્વારા કોઇપણ નાણાકીય સહાય કંપનીને આપવામાં આવશે નહિ. લોન આપ્યા પછી કંપની આ પ્રોજેક્ટ પાંચ માસમાં શરૂ કરી દેવાનો રહેશે, ( હવે કંપનીએ નિયત સમયમર્યાદામાં જ પ્રોજેક્ટ શરુ કર્યો કે કેમ તે સવાલ છે) અને છઠા માસથી દર વર્ષે મ.ન.પા.ને સમાન માસિક હપ્તામાં (વ્યાજ સાથે) આ લોનની રકમ પરત ચુકવવાની રહેશે.(હજુ સુધી કાઈ મળ્યું નથી તેવું અધિકારી કહે છે) ઉપરાંત ટેન્ડરમાં જે રકમ મ.ન.પા.ને વાર્ષિક આપવાની દર્શાવેલ હોય તે રકમ એટલે કે આ કિસ્સામાં 10 વર્ષના સમયગાળાના રૂ. 64.80 લાખ (અંકે રૂપીયા ચોસઠ લાખ એસી હજાર) ઓફર આવેલ હોય પ્રતિ વર્ષ રૂ.6.48 (અંકે રૂપિયા છ લાખ અડતાલીસ હજાર) નિયમીત મહાનગરપાલિકાને ભરપાઈ કરવાના રહેશે.એમ જણાવેલ છે.પણ હજુ સુધી મનપાને કશું મળ્યું નથી અને લીગલ નોટીસ આપવામાં આવી હોવાનું સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી જણાવે છે.
હવે આ પ્રોજેક્ટ માટે મનપાને હાલ સુધી ફદિયું પણ મળ્યું નથી (આગળ ના સ્ટેજ પર શું થશે ખબર નથી)ત્યારે પ્રજાના નાણા આ રીતે હાલ તો રોકાઈ પડ્યા છે, અને લીગલ નોટીસના સ્ટેજ બાદ જેની પણ બેદરકારી હોય તેની સામે પણ પગલા લઇ દાખલો બેસાડવો જોઈએ.જો કે હજુ કરારને સમયગાળામાં ઘણા વર્ષ બાકી છે ત્યારે હવે બન્ને પક્ષે શું થશે તેના પર સૌની નજર છે.
ઉલ્લેખનીય છે કે જામનગરના હાલના કમિશ્નર વિજયકુમાર ખરાડી મનપા અને શહેરના હિતને લગત બાબતોમાં જરાપણ ચલાવી લેવાના મુડમાં નથી તેવું તેની કાર્યપ્રણાલી જોતા લાગે છે. અને તેવો નક્કર પગલા અને ચોક્કસ કામગીરીમાં માનનાર IAS અધિકારી છે. માટે હવે આ મામલો તેના ધ્યાન પર જશે ત્યારે તેવો ચોક્કસ મનપાના હિતમાં નિર્ણય લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.