જનજાગૃતિઅભિયાન સમિતિ એ કૃત્રિમ તળાવ બાબતે કમિશ્નર ને લખ્યો પત્ર

ધર્મની ઉજવણીમાં કોઈ વ્યાપારીકરણની ઘટના ન બને

જનજાગૃતિઅભિયાન સમિતિ એ કૃત્રિમ તળાવ બાબતે કમિશ્નર ને લખ્યો પત્ર

mysamachar.in-જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષ કૃત્રિમ તળાવ બનાવીને ગણેશ વિસર્જન આ કૃત્રિમ તળાવમાં જ કરવું તેની મંજૂરી ડિપોઝીટની રકમ સહીત ઘણી બાબતોનો ઉલ્લેખ કરવાસાથેની એક અખબારી યાદી મનપાએ પ્રસિધ્ધ કરેલ હોય તેની સામે અનેક સવાલો ઉભા કરીને જનજાગૃતિ અભિયાન સમિતિએ કમિશનરને વળતો પત્ર લખીને રજુઆત કરી છે રજુઆતમાં જામનગર મહાનગરપાલિકા આગામી ગણપતિ ઉત્સવમાં પર્યાવરણની જાળવણી માટે ચોક્કસ નિર્ણયો લઇ શકે તે આવકાર્ય છે પરંતુ આવા નિર્ણયો પાછળ ધર્મ પ્રેમીજનતા અને ગણપતી પંડાલોના આયજકોની શ્રધ્ધાને ઠેસ ન પહોંચે કે આ ધર્મની ઉજવણીમાં કોઈ વ્યાપારીકરણની ઘટના ન બને તે માટે જનજાગૃતિ અભિયાન સમિતિનાપ્રમુખ ભરત કાનાબારે મહાનગરપાલિકાને પત્ર લખીને જણાવ્યું છે.