રાઘવજી પટેલ સહિતના નેતાઓ છે ભાજપથી દુઃખી,ક્યાં નેતાએ કહ્યું આવું..

કોંગ્રેસમાં થી ભાજપમાં આવ્યા છે રાઘવજી

રાઘવજી પટેલ સહિતના નેતાઓ છે ભાજપથી દુઃખી,ક્યાં નેતાએ કહ્યું આવું..

mysamachar.in-જામનગર

જામનગર ગ્રામ્ય ના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ને ક્યાંક ને ક્યાંક ભાજપમાં  સોરવતું ના હોવાની વાતો સમયાંતરે સામે આવતી રહે છે..એવામા વધુ એક વખત રાઘવજી પટેલ કોંગીના દિગ્ગજ નેતાઓનો સંપર્ક કરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી ચર્ચાએ જામનગર સહીત રાજ્યના રાજકારણમા જોર પકડ્યું છે,

માય સમાચાર સાથેની વાતચીતમાં કોંગી નેતા વીરજી ઠુમ્મરે તો ત્યા સુધી કહી દીધું કે રાઘવજીભાઇ તેવોના  મિત્ર છે અને તેવોને થોડા દિવસ પૂર્વે જ રાઘવજી પટેલ મળ્યા ત્યારે તેવો ભાજપ થી દુઃખી હોવાની વાત કરીં હોવાનો દાવો ઠુમ્મરે કયો છે,વધુમાં વીરજીભાઈ એ એમપણ કહ્યું કે અન્ય કેટલાક ભાજપના નેતાઓ પણ ભાજપથી દુઃખી છે,જે ખુલીને સામે નથી આવી શકતા,અને પીડાઈ રહ્યા છે,

જો કે જે વાતે રાજ્યના રાજકરણ મા જોર પકડ્યું છે તેને લઈને રાઘવજી પટેલ ને પૂછવામા આવ્યું ત્યારે તેવોએ આ વાતને નકારી કાઢીને રદિયો આપતા કહ્યું કે આ મારા હિતશત્રુઓની ચાલ છે,હું કોઈ કોંગ્રેસના નેતાઓને મળ્યો નથી,હવે ખરેખર આ ચાલ છે કે પછી ચૂંટણી આવી રહી છે,ત્યારે રણનીતિનો એક ભાગ તે આવનાર સમયમાં સ્પષ્ટ થઇ જશે.