Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાનો જોડિયા અને ધ્રોલ આસપાસનો વિસ્તાર રેતીચોરો માટે સ્વર્ગ છે, અને બિન્દાસ્ત આ વિસ્તારમાં સ્થાનિક તંત્રોની મીઠી નજર હેઠળ રેતીચોરી થતી રહી છે, ત્યારે થોડા દિવસો પૂર્વે રેંજ આઈ જી ની આર.આર.સેલની ટીમ દ્વારા જોડીયાના બાલમભા આસપાસના સરકારી ખરાબાના વિસ્તારમાં દરોડા પાડીને કરોડોના વાહનો સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, ત્યારે આજે જામનગર એલસીબીએ પણ જોડીયાના ડોબર વિસ્તારમાં ત્રાટકીને લાખોની કિમતના વાહનો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર એલસીબી પી.આઈ.એમ.જે.જલુ પીએસઆઈ કે.કે.ગોહિલ સહિતની ટીમોને મળેલ માહિતીને આધારે જોડીયાગામની ડોબરસીમમાં આવેલ ઉંડ નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી રેતી ચોરી થઇ રહ્યાની હકીકત મળેલ જેથી તે જગ્યાએ રેઇડ કરી પોલીસે ટોરસ, ડમ્પર, લોડર, રેતી મળી કુલ 82 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે, ઝડપાયેલ તમામ વિરુદ્ધ ઇ,.પી.કો.ક 379,120.(બી) તથા ગુજરાત મીનરલ રૂલ્સ 2005ના નિયમની કલમ 5,6,13,(1)મુજબ આરોપીઑ વિરુદ્ધ ફરિયાદ આધારે એ. એસ. આઈ. સંજયસિંહ વાળા એ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
પકડાયલ ઇસમો
અલતાફભાઈ અબ્દુલભાઈ પટા, ક્રીપાલસિંહ પ્રવિનસિંહ પરમાર ગીરા, ગજેન્દ્ર્સિંહ કાળુભા સોઢા, શક્તિસિંહ મહોબતસિંહ જાડેજા, સેજાદ ઓસમાણભાઇ સમેજા વાધેર, મહાવીરસિંહ ગુમાનસિંહ પરમાર રેતી ખનન કરાવના ફરારી ઓસમાણભાઈ હાસમભાઇ વાધેર