Mysamachar.in-જામનગર:
ક્યારેક કોઈ ઘટના એવી બની જાય કે જે પોલીસ પણ પડકાર બની જાય…તાજેતરમાં જ જામનગર જીલ્લાના જામજોધપુરમાં આવું જ થયું…જ્યાં એક સોનાના ઘડામણની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી લાખોની કિમતના 29 તોલા સોનાની ચોરી કરી અને વધુમાં સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા..આ ઘટના બાદ જામનગર એલસીબી ટીમે આ તસ્કરોને ઝડપી પાડવાની ચેલેન્જ ઉપાડી લઇ અને રાત દિવસ એક કરી નાખ્યા ત્યારે આખરે ગણતરીના દિવસોમાં જ લાખોની ચેલેન્જબલ ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં જામનગર એલસીબી ટીમને જ્વલંત સફળતા મળી છે,
આ ઘટના કઈક એવી હતી કે ગત 20 ના રાત્રી દરમ્યાન જામજોધપુર ટાઉનમાં સુભાષ રોડ ઉપર ભુત મેડી પાસે ફરીયાદી હનીફભાઇ કરીમભાઇ શેખ રહે.જામજોધપુર નાઓની સોનીની દુકાનનું તાળુ કોઇ પણ ઇસમે તાળું કોઇપણ રીતે ખોલી દુકાનમાંથી આશરે 29 તોલા સોનું જે કીમત 11,60,000 તથા સી.સી.ટી.વી ફુટેજ કેમેરાનું ડી.વી.આર કીમત રૂપિયા 2000 ના મુદામાલની ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે જામજોધપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો,
જામનગર એસપી દીપન ભદ્રન અને નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. પીએસઆઈ કે.કે.ગોહીલ તથા બી.એમ.દેવમુરારી તથા આર.બી.ગોજીયાના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી.આ ગુનાના બનાવ સ્થળની વિજીટ કરી તેમજ જામજોધપુર ટાઉન તેમજ હાઇવે રોડ ઉપરના ટોલનાકાના સીસીટીવી ફુટેજો ને ચેક કરવામાં આવેલ હતા તેમજ અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા આ દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઈ સંજયસિંહ વાળા દિલીપભાઇ તલાવડીયાને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે આ આ ચોરીમાં ચાર ઇસમો સંડોવાયેલ છે , જે ઇસમો મોટર સાયકલ નંબર GJ.03 J ) 1414 તથા GJ 0.3 KE.3331 લઇ કાલાવડ તરફ થી જામનગર આવી રહેલ છે.તેવી હકિકત મળતા જામનગર કાલાવડ રોડ ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે રોડ ઉપર કે.કે.ગોહીલ તથા બી.એમ.દેવમુરારી નાઓની ટીમો વોચમાં હતા ત્યારે ઉપરોકત બન્ને મોટર સાયકલમા ચારેય ઇસમો પસાર થતા ચારેય ઇસમોને કોર્ડન કરી પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી જામજોધપુર પોલીસ મથકને સોંપી આપેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીય, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહસરવૈયા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ, રધુભા પરમાર, ધાનાભાઇ મોરી યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
-આરોપી ભાવેશની નજરમાં આવી ગયું કે અહી સોનું છે અને પછી તો…
પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ ગુન્હાને અંજામ આપવામાં આરોપી ભાવેશનો કામ સોનીની દુકાનોમાં ધૂળ ધોવાનો છે, અને આવી ભઠીઓ સાફ કરવાનું છે, અને તે પોતે રાજકોટ રહે છે, જયારે તેની બહેન જામજોધપુરમાં વસવાટ કરે છે, અને જ્યારે તે જામજોધપુર પોતાની બહેન ને ઘરે જતો ત્યારે સોનીની દુકાનની બાજુમાં મચ્છીની દુકાન આવેલ હોય ત્યાં મચ્છી લેવા માટે પણ જતો તાજેતરમાં જ તે જામજોધપુર ગયો હતો અને તેને જે સોનીની દુકાનમાં ચોરી કરી ત્યાં ધૂળ પડી છે તેમ પૂછ્યું હતું, અને તે ત્યાં કામ કરનાર કારીગરો પાસે દાગીના જોઈ ગયો હતો જેથી ભાવેશે રાજકોટના તેના અન્ય ત્રણ મિત્રો સાથે મળી અહી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેમાં તે સફળ થયો હતો
-કોણ છે આરોપીઓ
-ભાવેશ સુરેશભાઇ પરીયા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ
-મોહીત હસમુખભાઇ વિછણીયા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ
-રવિ રાજુભાઇ સોલંકી રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ
-અનીલ ઉર્ફે મનીયો ચતુરભાઇ સતાપરા રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ
-શું કબજે કરાયો મુદામાલ
સોનાના નાના ઢાળીયા જે 25 તોલા કિ.રૂ. 11,25,100
બે મોટર સાયકલ કિ.રૂ.50000
મોબાઇલ ફોન-4 કિ.રૂ .20000