લાલપુરના ખેંગારપર ગામ નજીકથી દારૂનો જંગી જથ્થો જપ્ત કરતી સ્થાનિક ગુન્હા શોધક શાખા

44 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો 

લાલપુરના ખેંગારપર ગામ નજીકથી દારૂનો જંગી જથ્થો જપ્ત કરતી સ્થાનિક ગુન્હા શોધક શાખા
file image

Mysamachar.in-જામનગર:

જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમને વધુ એક વખત જંગી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે અને લાખોની કિમતનો વિદેશી શરાબ સહીતનો મુદ્દામાલ એલસીબીએ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જામનગર જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રન અને મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચનાથી એલ.સી.બી. પી.આઈ.એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો લાલપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી.ના ધાનાભાઇ મોરી, રઘુવીરસિંહ પરમાર તથા વનરાજભાઇ મકવાણાને ખાનગીરાહે ચોકકસ હકિકત મળેલ કે જામનગરમાં કિશાનચોક, મકરાણી કબ્રસ્તાન પાસે રહેતો વસીમભાઇ યુસુફભાઇ બ્લોચ ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ જથ્થો ટાટા વાહન નંબર જી.જે.08 એયુ 3328 ભરી સમાણા જામજોધપુર તરફ જવાનો છે. તેવી ચોકકસ હકિકત મળતા લાલપુર તાલુકાના ખેંગારપર ગામના પાટીયા પાસે વોચમાં હતા,

જે દરમ્યાન આરોપી યુસુફભાઇ ગનીભાઇ આંબલીયા પીંજારા રહે કિશાનચોક,જામનગરના કબ્જાના વાહનમાથી અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારુનો જથ્થો મળી આવતા કબ્જે કરેલ છે. જેમાં 8388 જેની કિમત કિ.રૂ 33,55,200 વાહનો મળી કુલ 43,60,700 ઇંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.આ ઇંગ્લીશ દારૂનો જથ્થો આરોપી વસીમ યુસુફભાઇ બ્લોચ રહે. કિશાનચોકએ મંગાવેલ હોય તથા ટાટા 1512 ના ડ્રાઇવર સરદારજી સાથે દારૂનો જથ્થો લઇ જતો જે બન્ને ઇસમો પકડી પાડવા માટે કાર્યવાહી ચાલુમા છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.નિનામાની સુચનાથી પીએસઆઈ આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ, બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.ના માંડણભાઇ વસરા, ફીરોજભાઇ દલ, ધાનાભાઇ મોરી, વનરાજભાઇ મકવાણા, રઘુવિરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, હીરેનભાઇ વરણવા યોગરાજસિંહ રાણા, ખીમભાઇ ભોચીયા, અશોકભાઇ સોલંકી, હિતુભા ઝાલા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે કરી હતી.