Mysamachar.in-જામનગર
જામનગર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમિયાન ભગીરથસિંહ સરવૈયા, દિલીપ ભાઈ તલાવાડીયા,ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં કડીયાવાડ, કોટફળીમાં રહેતા આરોપી રાકેશ નિરંજનભાઇ વસા જે જામનગરનો જાણીતો કેટરર્સ છે તેના રહેણાંક મકાનમાં થી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- 65 કિ.રૂ. 26,000 તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કુલ રૂ. 31,000 નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રાકેશ વસાને દારૂ સપ્લાય કરનાર સલીમ ઉર્ફે બાબર હાજીઇસ્માઇલ કુરેશી રહે. ધોરાજી જી.રાજકોટ વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.