Mysamachar.in-જામનગર
શ્રાવણ માસ તો પૂર્ણ થઇ ગયો પણ કેટલાક જુગારીઓ માટે બારેમાસ જુગારની મોજ જ હોય છે, એવા જ એક જુગારધામ પર જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા છે, કાનાલુસ ગામ નજીક આવેલ શિવશક્તિ હોટેલ પાછળ ઓરડીમાં જાલમસંગ રાજેન્દ્રભાઇ બેંચ નામનો વ્યક્તિ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની માહિતી પરથી એલસીબી ટીમે દરોડો પાડી 1.16 લાખ રોકડા, 1 મોબાઈલ, 1 કાર, સહીત 6.66 લાખના મુદામાલ સાથે નીચે મુજબના ઇસમોને ઝડપી પાડ્યા છે, આં જુગારધામ છેલ્લા કેટલાક સમયથી શરુ થયું હોય અને દુર દુરથી જુગારીઓ જુગાર રમવા માટે આવતા હોવાનું પણ જાણવા મળે છે.
-જાલમસંગ રાજેન્દ્રભાઇ બેંચ રહે. કાનાલુસગામ, શીવશકિત હોટલ પાછળ
-કૌશલભાઇ લાલજીભાઇ દોઢીયા રહે. ડબાસંગગામ, ઝાપા વિસ્તાર
-ભરતભાઇ દોલુભાઇ ચાવડા રહે. કાનાલુસગામ, સીતારામ શેરી
-ગાજણભાઇ માંડણભાઇ જોગાણી રહે. મંજાગામ તા.ખંભાળીયા
-કાનાભાઇ વિઠલભાઇ વૈષ્ણવ રહે. આરીખાણાગામ, તા.લાલપુર
-ધરણાંતભાઇ નાથાભાઇ વસરા રહે. વિજપરગામ, બીજી શેરી તા.લાલપુર
-શૈલેષભાઇ જીવણભાઇ કુબેર રહે. ડબાસંગગામ, બાપા સીતારામ મઢુલી પાસે
-જીતુભા મહોબતસંગ જાડેજા રહે. ડબાસંગગામ, રામ મંદીર વાળી શેરી
-કમલેશભાઇ નારણદાસ તન્ના વેપાર રહે. ખંભાળીયા, રેલ્વે સ્ટેશન પાસે, ગોપાલ સોસાયટી
જુગારની રેડ પડે તો વધુ મુદામાલ પોલીસને હાથ ના લાગે તે માટે શું કરવામાં આવતું હતું.
ગઈકાલે પડેલ આ રેઇડ સંદર્ભે પી.આઈ.એમ.જે.જલુ અને પીએસઆઈ કે.કે.ગોહિલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી આ જુગારધામ ચાલુ થયું હતું, અમને બાતમી મળી હતી કે જુગાર ચલાવનાર શખ્સ જુગાર રમવા આવનાર જુગારીઓના વાહન કેટલાક કિલોમીટર દુર રખાવી દઈ અને પોતાની ગાડીમાં તેડવા અને મુકવા માટે જતો હતો, અને જે લોકો જુગાર રમવા આવતા તેના ફોન પણ બંધ કરાવી દેતો હતો જેથી કદાચ જુગારની રેડ પડે તો વધુ મુદામાલ પોલીસને હાથ ના લાગે આ રીતે જાલમસંગ જુગાર ચલાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે