લાલપુરના ખાયડી ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો 

કોણ કોણ ઝડપાયું, કેટલો મુદ્દામાલ વાંચો વિગત 

લાલપુરના ખાયડી ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર LCBનો દરોડો 
File Image

My samachar.in : જામનગર 

લાલપુર તાલુકાના ખાયડી ગામેથી રોકડ તથા અન્ય મુદામાલ સહીત રૂ.8,33,200 ના મુદામાલ સાથે એક મહિલા સહિત 9 ઇસમોને જુગાર રમતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ જામનગરે ઝડપી પાડ્યા છે, એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા સુરેશ માલકીયાને મળેલ ખાનગી હકિકત બાતમી આધારે લાલપુર તાલુકાના ખાયડી ગામે ગોગનભાઇ રામાભાઇ ગોજીયાની વાડીમાં દેવાણંદભાઇ ઉર્ફે દેવો માલદેભાઇ નંદાણીયા બહારથી માણસો બોલાવી ગંજી પત્તાના પાના વડે જુગાર રમાડતા જુગારીઓના કબ્જામાંથી રોકડ રૂ. 2,46,200 તથા મોબાઇલ ફોન-9 તથા ફોર્ચ્યુનર કાર તથા મોટર સાયકલ મળી કુલ રૂ. 8,33,200/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. 

-કોણ ઝડપાયું 
-દેવાણંદભાઇ ઉર્ફે દેવાભાઇ માલદેભાઇ નદાણીયા રહે.મોટી ગોપ ગામ તા. જામજોધપુર જિ. જામનગર
-કાનાભાઇ મેરામણભાઇ ચાવડા રહે.બેરાજા ગામ તા. જામખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા
-રામસીંગભાઇ હરદાસભાઇ કરંગીયા રહે. કૃષ્ણગઢ (ટીંબા) તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા 
-જીતેન્દ્રભાઇ નરશીભાઇ ભૌગયતા રહે-મોટી ખોખરી તા.જામખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા 
-રાજાભાઇ પબાભાઇ ડેર રહે-મોટી ખોખરી તા. જામખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા
-પાલાભાઇ મારખીભાઇ બેરા રહે-માનપર ગામ તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા
-રામદેભાઇ દેવાણંદભાઇ ચેતરીયા રહે-શઢાંખાઈગામ તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્વારકા 
-રીંછાભાઇ ગંગાભાઇ પીંડારીયા રહે ભાણવાડ તા. જામખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા 
-એક મહિલા ક્રિષ્નાબેન 

-કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહી પી.આઈ એસ.એસ.નિનામાની સુચનાથી પીએસઆઈ બી.એમ.દેવમુરારી, આર.બી.ગોજીયા, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, અશ્વિન ગંધા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, દિલીપ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપ ધાધલ, હિતેન્દ્રસિંહ જાડેજા, વનરાજ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, હીરેન વરણવા બળવંતસિંહ પરમાર, સુરેશ માલકીયા, લખમણ ભાટીયા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.