મોરબીમાં કન્ટેનર ચોરીને કટિંગ કરી બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કરતી LCB

મોરબીમાં કન્ટેનર ચોરીને કટિંગ કરી બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કરતી LCB

Mysamachar.in-મોરબી:

મોરબીમાં ખાલી કન્ટેનરની ચોરી કરી અને અલગ અલગ ટુકડા કરી ભંગરમાં ખપાવી વેચી દેવાના કૌભાંડને અંજામ આપતી ગેંગને મોરબી એલસીબીએ 13.82 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી છે.મોરબી એલસીબીને બાતમી મળી હતી કે મોરબીના અમરેલી રોડ પર આવેલ મહાકાળી માતાજીની ડેરી પાસે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બહારથી કન્ટેનરો લાવી અને કટિંગ કઈ અલગ અલગ ભાગ કરીને ભંગરમાં ખપાવી તેને વેંચી દેવાની પેરવી કરી રહ્યા છે,

જેથી મોરબી એલસીબી દ્વારા ઉપરોક્ત સ્થળે દરોડો પાડીને ચાર શખ્સો રવિ પંસારા, નકુલ મંદરિયા, મહેન્દ્ર સોલંકી ફિરોજ રહીમભાઈ મમાણી વાળાને કેન્કોર કંપનીના કન્ટેનર નંગ 4 જેની કી.રૂ.10,00,000 કન્ટેનર કાપેલ ભંગાર 8390 કિલો જેની કી. રૂ.2,92,950 ,ગેસના સિલિન્ડર 24 કી. રૂ.69000 ગેસ કટર ગન ૩ કી. રૂ.6000 અને રૂ.15000 ની કિંમતના ત્રણ મોબાઈલ.મળી કુલ રૂ.13,82,950 ના મુદામાલ સાથે ધરપકડ કરી મોરબી એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.