જામનગર મનપાનું આળસુ તંત્ર, આ એવી જગ્યાઓ જ્યાથી કાયદેસરની આવક થાય તેમ છે પણ કોણ ઉઘરાવે..

કોની બેદરકારી.? પગલા લઇ દાખલો બેસાડશે સતાધીશો કે પછી હોતા હે ચલતા હે...

જામનગર મનપાનું આળસુ તંત્ર, આ એવી જગ્યાઓ જ્યાથી કાયદેસરની આવક થાય તેમ છે પણ કોણ ઉઘરાવે..
file image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ જોઈએ તેટલી સારી નથી સ્વભંડોળની સીમિત આવક વચ્ચે મોટાભાગનો આધાર રાજ્ય સરકારની અલગ અલગ હેડ હેઠળ મળતી ગ્રાન્ટો પર રાખવો પડે છે, એવામાં જેટલો પગાર મનપાનો લે છે તેની સામે કઈક કરી છૂટવાની ભાવના અધિકારીઓ અને કર્મચારીઓમાં હોય અને શાશકોને આવું કરાવતા આવડે તો મનપાને વાર્ષિક લાખો કરોડોની આવક થાય તેમ પણ છે પણ જાણે અહી તો સૌ પોતાનું કરવામાં વ્યસ્ત હોય તેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગે છે કારણ કે કેટલાક ઉદાહરણો મનપાના આધારભૂત સુત્રો પાસેથી મળ્યા છે તેના પર નજર કરવામાં આવે તો...

મનપાની માલિકીની મિલકતો જેમાં દુકાનો, માર્કેટો,લીઝવાળી દુકાનો,અને માર્કેટોમાં વર્ષોથી એક આંકડા મુજબ 2 કરોડ અને 85 લાખ જેટલી રકમ રોકાઈ છે, જેની વસુલાત માટે લગત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આળસ મરડીને ઉભું થવાનું નામ લેતા નથી ઠરાવમાં લખવામાં આવ્યું છે કે જોં આવા આસામીઓ ભાડાની રકમ ના ભરે તો આવી જગ્યાઓ જે મનપાની માલિકીની છે તે ખાલી કરાવવાની નિયમ મુજબ થાય છે,પણ આવી કાર્યવાહી થયેલ નું ધ્યાને આવતું નથી, તો જે જગ્યાઓ લીઝ પર આપેલ હોય તેવી જગ્યાઓનું નિયત થયેલ ચોરસ ફૂટ લેખે વાર્ષિક ભાડું વસુલ કરવાનું હોય છે,પણ.....

તો કારખાના લાયસન્સ ફી પેટે પણ 64 લાખ જેટલી રકમના લેણા બાકી નીકળે છે તેના માટે ભૂતકાળમાં કાંડ કરનાર કર્મચારીઓ વસુલાત કેમ કરતા નથી, તો DRS સ્ટેશન, મોબાઈલ ટાવરો, ગેસ, ટેલીફોન, ઓએફસી કેબલના વાર્ષિક ભાડા વસુલવાના થાય છે પણ તેમાં પણ સામાન્ય વસુલાત થઇ હોવાનું સુત્રોના હવાલેથી જાણવા મળે છે, તો ગત બજેટ પર નજર કરવામાં આવે તો મનપા દ્વારા નિયત કરાયેલ 4 પાર્કિંગ પ્લેસની આવક જે વસુલાત થવી જોઈએ તેવી થતી નથી અને વર્ષે 1 લાખ જેવી આવક હોવાનું સામે આવે છે.