પુજારા ટેલીકોમ ગ્રુપનું નવું સોપાન BEST BY+ જામનગરમાં શુભારંભ

સફળતાના અવિરત શિખરો સર કરતું પુજારા ગ્રુપ

પુજારા ટેલીકોમ ગ્રુપનું નવું સોપાન BEST BY+ જામનગરમાં શુભારંભ

Mysamachar.in-જામનગર:

ગુજરાતના ટેલીકોમ ક્ષેત્રમાં મોખરાનું નામ પુજારા ટેલીકોમ ચેરમેન યોગેશભાઈ પુજારા અને એમ.ડી. રાહીલભાઈ પુજારા તથા નિતીનભાઈ ઓઝા (ડાયરેકટર) ના માર્ગદર્શન હેઠણ BESTBY+STOREનું જામનગરમાં શુભારંભ કરવામાં આવેલ છે. જામનગરમાં પ્રથમ શરૂ થયેલ BEST BY+ SMART GADGETS ના માત્ર મોબાઈલ ફોન નહી તમામ પ્રકારની ઈલેકટ્રોનિક આઈટમ જેમ કે, સાઉન્ડ સીસ્ટમ, ટીવી, મોબાઈલ એસેસરીઝ હોમ એમ્પ્લાઈસીસ પણ ઉપલબ્ધ રહેશે, આ શોરૂમનો શુભારંભ સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ચત્રભુજદાસ મહારાજ તથા પુજારા ટેલીકોમના સી.ઈ.ઓ. ચંદ્રમોહન શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવેલ ત્યારે શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેલ હતા.