જામનગર જીલ્લાના લતીપુરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો, જાણો અન્ય ગામોમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

હવમાન વિભાગની આગાહી સાચી,

જામનગર જીલ્લાના લતીપુરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો, જાણો અન્ય ગામોમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
file image

Mysamachar.in-જામનગર

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આમ તો શિયાળાની આગાહી કરી દેવામાં આવી છે, પણ ચોમાસાની ઋતુ જાણે રાજ્યમાં હજુ પૂર્ણ થવાનું નામ લેતી નથી, ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાઓમાં વરસાદ પડ્યો સાથે જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાની થયાના અહેવાલો મળી રહ્યા છે, આ તમામ વચ્ચે છેલ્લા 24 કલાક એટલે કે ગઈકાલે સવાર 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં  તાલુકાવાર વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં માત્ર 6 મીમી, ધ્રોલમાં 4 ઇંચ, જોડીયામાં 2 ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે,

તો તાલુકાના ગ્રામીણ ક્ષેત્રોમાં પીએચસી સેન્ટરો પર નોંધાયેલ વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર તાલુકાના મોટીબાનુગારમાં 2 ઇંચ, ફલ્લામાં અઢી ઇંચ, જામવંથલીમાં 3 ઇંચ, ધુતારપુરમાં અને અલીયાબાડામાં બે બે ઇંચ જયારે દરેડમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે, તો જોડિયા તાલુકાના હડીયાનામાં સવા ઇંચ, પીઠડમાં 2 ઇંચ, જયારે ધ્રોલ તાલુકાના લતીપુરમાં જીલ્લામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જયારે જાલીયાદેવાનીમાં 3 અને લૈયારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, કાલાવડના ભ.બેરાજા ગામે 2 ઇંચ, તો લાલપુર તાલુકાના પીપરટોડા ગામે ૩ ઇંચ અને ડબાસંગમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.