Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ગત ચુંટણીમા આમ તો પંચાયતોમા રાજ્યભરમા કોંગ્રેસ આગળ રહેલી અને ગામડામા જાણે ભાજપને જાકારો મળેલો પરંતુ દ્વારકા જિલ્લામા ગત ચુંટણીના પરિણામ જિલ્લાપંચાયતમા સતા મળી કોંગ્રેસને છતાય કોંગ્રેસ ભાજપ કસોકસ જ હતા અને તાલુકાઓમા કોંગ્રેસને ખાસ કાઠુ કાઢવા ન દેવામા ભાજપની મહેનત સફળ થયેલી છતાય જોકે ફીફટી ફીફટી જેવુ રહ્યુ હતુ,
– 2015ની ચુંટણી વખતના પરિણામો વિસ્તાર વાઇઝ જોઇએ તો
દ્વારકા જીલ્લામાં પંચાચત અને ન.પા.ની 2015ની ચુંટણીમાં કુલ સીટ બેઠક ભાજપ કોગ્રેસ પક્ષ પરિણામ આપણે સમીક્ષામા લેવા જોઇએ
ગત વખતે જીલ્લા પંચાયત દ્વારકાની 22 બેઠકમાં થી કોંગ્રેસ-11 ભાજપ-9 અપક્ષ-2 જીત્યા હતા
જ્યારે ખંભાળિયા તાલુકા પંચાયતની બેઠક 24માં થી ભાજપ-18 કોંગ્રેસ-એ6 બેઠકપર થી જીત મેળવેલી હતી
તેવી જ રીત કલ્યાણપુર તા. પંચાયતની 24 બેઠકમાંથી ભાજપ-10 કોંગ્રેસએ-13 બેઠક મેળવેલી અપક્ષ-1 જીત્યા હતા
વળી દ્વારકા તા. પંચાયત 16 બેઠકમાં થી ભાજપ-10 કોંગ્રેસ-એ 6 બેઠક મેળવેલ હતી
અને ભાણવડ તા. પંચાયત 16 બેઠક ભાજપ-7 કોંગ્રેસ-8 બસપાના 1 ઉમેદવાર જીતેલા
આમ જિલ્લા પંચાયત તેમજ તાલુકાની ભાણવડ કલ્યાણપુર કોંગ્રેસે મેળવેલ હતી જ્યારે જિલ્લો ગયો પરંતુ ભાજપને બે તા.પં. મા બહુમતી મળેલ હતી.
– નગરપાલીકાઓમા પણ બંને મુખ્ય પક્ષમા ફીફટી જેવુ હતુ
હવે દ્વારકા જિલ્લાની નગરપાલિકાઓનુ જોઇએ તો ખંભાળિયા નગરપાલિકાની કુલ બેઠક 28 માંથી ભાજપ-19 કોંગ્રેસ-9 બેઠક સાથે વિજય થયેલા પરંતુ ત્યા ભાજપના અંદરો અંદરના જ ખેચતાણે વિપક્ષની બહુ જરૂર જ ન હતી…! જ્યારે કલ્યાણપુર તાલુકાની રાવલ નગરપાલિકામાં બેઠક 24 કોંગ્રસને 13 ભાજપને 11 બેઠક મળેલી અને સલાયા નગરપાલિકા બેઠક 28 માથી ભાજપ ને 4 કોંગ્રેસને 24 બેઠક મળેલી હતી તેમજ ઓખા નગરપાલિકા બેઠક 36 માથી ભાજપને 20 કોંગ્રેસને 16 મળી હતી આમ નગરપાલીકાઓમા પણ ફીફટી ફીફટી જેવો માહોલ હતો.
– આ વખતે શુ થશે??
આ વખતે આ દરેક જિલ્લાપંચાયત ચાર તાલુકા પંચાયત ચાર નગરપાલીકાઓમા શુ થશે?? કેમકે પરિણામો બાદ સતાની સ્થિતિ પાંચ વર્ષમા ફેર બદલ પણ થઇ રહી હતી તેમજ અમુક જગ્યાએ ભાજપના અંદરોઅંદરના ઝઘડાનો કોંગ્રેસે કાયમ લાભ લીધો તો અમુક વિસ્તારોમા અમુક કોંગ્રેસીઓને પોતાના કરી લેવામા ભાજપ સફળ રહ્યો હતો તેમજ મોટા ભાગે એકરસ રહી બંને પક્ષે એકબીજાને મદદ થતી રહી છે ત્યારે કોંગ્રેસની થોડી ઢીલાશ આ વખતે રહે તેવુ અનુમાન સમીક્ષકો કરે છે.