છેલ્લા 24 કલાકના અપડેટ:જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ સાથે જામનગર જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ.? વાંચો 

પીએચસી સેન્ટરવાઈઝ તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો 

છેલ્લા 24 કલાકના અપડેટ:જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ સાથે જામનગર જીલ્લામાં ક્યાં કેટલો વરસાદ.?  વાંચો 
file image

Mysamachar.in-જામનગર;

જામનગર જીલ્લામાં ગતરોજ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક જોરદાર વરસાદ તો ક્યાંક હળવા ઝાપટા પડ્યા આ તમામ વચ્ચે ગઈકાલ સવાર 6:00 થી આજે સવારે 6:00 સુધી ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામજોધપુર શહેરમાં સાડા ત્રણ ઇંચ, લાલપુરમાં 2 ઇંચ, ધ્રોલમાં સવા ઇંચ, જોડીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

આ તો થઇ તાલુકા મથકના વરસાદની વાત હવે પીએચસી સેન્ટરવાઈઝ તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ પર નજર કરીએ તો લાખાબાવળમાં 1 ઇંચ, જામવાડીમાં પોણા ત્રણ ઇંચ,વાંસજાલીયામાં 2 ઇંચ, પરડવામાં પોણા ત્રણ ઇંચ, પીપરટોળામાં 1 ઇંચ, ભણગોરમાં સવા બે ઇંચ, મોટા ખડ્બામાં સવા ઇંચ, મોડપરમાં 2 ઇંચ, અને ડબાસંગમાં સવા ઇંચ વરસાદ નોંધાયાનું સતાવાર આંકડાઓમાં જાહેર થયું છે.