Mysamachar.in-જામનગર
છેલ્લા એક સપ્તાહમાં જામનગર પોલીસની જુદી જુદી બ્રાન્ચો અને પોલીસ મથકો દ્વારા દારુના મોટા જથ્થા ઝડપી પાડવામાં સફળતા મળી છે, એવામાં ગઈકાલે રાજકોટ ડીસીબી દ્વારા ઝડપાયેલ દારૂનું કનેક્શન જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં ખુલવા પામતા ત્યાંથી મોટીમાત્રામાં દારૂનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે, દરમિયાનમાં કાલાવડ નાના વડાળામાં વાડીના ગોડાઉનમાંથી વધુ શરાબની 1860 બોટલ જેટલો જંગી જથ્થો મળી આવતા પોલીસે મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, કુલ 9.45 લાખનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે આરોપી રાજકોટનો શખ્સ હાજર મળી આવ્યો ન હતો જેને ફરાર જાહેર કરાયો છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલ રાજકોટના કુલદીપસિંહ જાડેજાની વાડીના ગોડાઉનમાં અંગ્રેજી શરાબનો જંગી જથ્થો વેચાણ અને હેરફેર કરવા માટે રાખવામાં આવ્યો છે એવી હકીકતના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ સદગુરુ નગર મઢુલી પાસે રહેતો કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા નામના શખ્સે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમા આવેલી પોતાની વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો જેમાં મેકડોનાલ્ડ્સ નંબર વન વિસ્કી ની બોટલો નંગ 996, રોયલ ચેલેન્જ ક્લાસીસ પ્રીમિયમ વ્હિસ્કી બોટલો નંગ 312, બ્લેન્ડર પ્રાઇસ અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કી ની બોટલ નંગ 408, ઓલ સેશન ગોલ્ડન કૉલેકશન રિઝર્વ વિસ્કી 144 બોટલો મળીને કુલ શરાબની 1860 બોટલો જેની કિંમત રૂપિયા 9.30 લાખ નો જથ્થો મળી આવ્યો હતો.
અંગ્રેજી દારૂની હેરફેર કરવા તેમજ માલ પહોંચાડવા માટે ઉપયોગમાં લીધેલ સ્પ્લેન્ડર પ્લસ નંબર GJ 11 KU 5328 સહિત કુલ 9 લાખ 45 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. દરોડા વખતે રાજકોટનો કુલદીપસિંહ ભગીરથસિંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો, તેની સામે ગ્રામ્ય પોલીસમાં પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કરીને તપાસ લંબાવવામાં આવી છે. ઉપરોક્ત દરોડાની કાર્યવાહી કાલાવડ ગ્રામ્યના પીઆઈ એચ. વી. પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.