જામનગર SOGનું ઓપરેશન, 36 કિલો ગાંજાના જથ્થા સાથે 4 ઝડપાયા, 3 ફરાર 

કોણ કોણ છે આરોપીઓ વિગત સાથેના સમાચાર માત્ર બ્રેકીંગ ન્યૂઝ નહી

જામનગર SOGનું ઓપરેશન, 36 કિલો ગાંજાના જથ્થા સાથે 4 ઝડપાયા, 3 ફરાર 

Mysamachar.in-જામનગર:
દારુ ઉપરાંત અન્ય નશાના સામાન પણ જામનગર સુધી પહોચતા થયા છે, થોડા દિવસો પહેલા જ જામનગર એસઓજીએ શહેરના શાકમાર્કેટ વિસ્તાર નજીકથી એક શખ્સને એમડી ડ્રગ્ઝના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ આજે વધુ એક વખત દારુ કે ડ્રગ્સ નહિ પરંતુ ગાંજાનો મોટો જથ્થો ધ્રોલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે, જામનગર SOG દ્વારા ધ્રોલ નજીક વાંકીયા પાસે રોડ ઉપરથી 4 ઈસમો અનિરુદ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા, જેમ્સ જેકબ ક્રિશ્ચન, શાહરૂખ ઉર્ફે ભૂરો અને જાવીદ કાસમ જામને કુલ 36 કિલો 900 ગ્રામ કી.રૂ. 369000/- તથા ગાંજાના જથ્થા 1 ટ્રક 1 અલ્ટો કાર સાથે મળી કુલ મુદામાલ કી. રૂ. 23,80,000/- સાથે ચારેય ઈસમો વિરુદ્ધ NDPS Act મુજબ ધ્રોલ પોલિસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરુ કરાઈ છે.આ કેસમાં અજય જાડેજા, નવાબભાઈ અને એક અજાણી વ્યક્તિને ફરાર પણ જાહેર કરવામાં આવ્યા છે.