15 રૂપિયામાં થશે જમીનની ચકાસણી, જામનગર જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરાઈ

ખેડૂતો માટી તેમજ પાણીના નમૂના મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે મોકલી શકશે

15 રૂપિયામાં થશે જમીનની ચકાસણી, જામનગર જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરાઈ
file image

My samachar.in:-જામનગર

જામનગર જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે સારા સમાચાર છે, જામનગર ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવેલ છે.જેમાં માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવા માગતા હોય તેઓ પોતાના ખેતરમાંથી માટી અને પાણીના નમૂના એકત્રીત કરી મદદનીશ ખેતી નિયામક્ની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, સરકારી વસાહત કમ્પાઉન્ડમાં, વાલસુરા રોડ, બેડી જામનગર ખાતે પહોચાડી શકશે. આ માટી તેમજ પાણીના નમૂનાની સરકારના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂ.15 પ્રતી નમૂના લેખે ભરી નમૂનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે તેમ મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.