દ્વારકા:લાખોનો દારુ ઝડપાયો પણ આરોપી નહિ

આટલો દારુ મગાવ્યો કોણે.?

દ્વારકા:લાખોનો દારુ ઝડપાયો પણ આરોપી નહિ
File Image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

૩૧ ડીસેમ્બર જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂના જંગી જથ્થાઓ પણ ઝડપાવવાનું શરુ થઇ ચુક્યું છે, એવામાં આશ્ચર્ય ત્યારે થાય જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક કન્ટેનર રાજસ્થાનથી ૩૦૦ પેટી જેટલો દારુ ભરીને નીકળ્યું ને છેક દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુળવેલ ગામ સુધી પહોચી ગયું અને રસ્તામાં ક્યાય ચેકિંગ ના થયું.? તે આશ્ચર્યની વાત કહેવાય...પણ જાણવા મળતી વિગતો પ્રમાણે ઓખા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળીને સ્થાનિક પીએસઆઈ ડાંગર સહિતના સ્ટાફે રાજસ્થાન પાસીંગનું આ કન્ટેનર મૂળવેલ ગામ નજીકથી ઝડપી પાડ્યું જેમાંથી ૧૮.૪૭ લાખની કિમતનો અંદાજે ૩૦૦ પેટી જેટલો દારુ અને ટેન્કર મળી કુલ રૂપિયા ૨૯ લાખનો મુદામાલ કબજે કર્યો છે, જયારે ટેન્કર અહી સુધી પહોચાડનાર અને ડીલેવરી લેનાર બેમાંથી કોઈ પોલીસને મળ્યા નથી જેની શોધખોળ થઇ રહી છે.વધુમાં સવાલ એવો પણ થાય કે આ વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો મંગાવનાર કોણ.? તેની પણ સઘન તપાસ થવી જોઈએ.