યુવતી પડી સગીરાના પ્રેમમાં અને શું થયું પછી..

જાણવા જેવો કિસ્સો..

યુવતી પડી સગીરાના પ્રેમમાં અને શું થયું પછી..

Mysamachar.in-ગીર સોમનાથ:

યુવક દ્વારા યુવતીનું અપહરણ કર્યાના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે, પરંતુ યુવતી દ્વારા સગીરાનું અપહરણ કરી ગયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોડીનાર વિસ્તારમાં રહેતી અને પુરુષ જેવા હાવભાવ, કપડાં પહેરવા, બાઇક ચલાવવાનો શોખ રાખતી યુવતીને સગીરા સાથે પ્રેમ થઈ જતા તેનું અપહરણ કરીને લઈ ગયા બાદ પરિવારજનોએ યુવતીની ચૂંગાલમાંથી સગીરાને છોડાવીને અંતે ફરિયાદ નોંધાવી છે,

ચોંકાવનારા આ બનાવની મળતી વિગત પ્રમાણે કોડીનાર નજીક આવેલા સિંધાજ ગામની યુવતી બોલ્ડ સ્વભાવની હોય પુરુષની જેમ બોયકટ વાળ રાખીને તમામ હરકતો પુરુષ જેવી ધરાવતી હતી. તેવામાં બાજુના જ ગામે રહેતી તેના નજીકના સંબંધીની સગીરા સાથે પરિચયમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો.

તેવામાં યુવતીએ બે દીવસ પહેલા રાત્રીના સમયે બાઇક પર આવીને સગીરાનું અપહરણ કરી ગઈ હતી.આ બનાવની પરિવારને જાણ થતાં ચિંતામાં મુકાઇ ગયા હતા અને ઘરમેળે સમજૂતી કરી સગીરાને પરત કબ્જો મેળવ્યો હતો, ત્યારબાદ સગીરાના પિતાએ પોલીસમાં સિંધાજ ગામની યુવતી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી,ફરિયાદ બાદ હાલ પોલીસ ભગાડી જનાર યુવતીની શોધખોળ કરી રહી છે.ત્યારે આવા પ્રેમસંબંધના બનાવ સામે આવતા સારી એવી ચકચાર જાગી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.