મહિલા તબીબ મોલના ચેંજિંગ રૂમમાં ગયા અને થયું આવું..

મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

મહિલા તબીબ મોલના ચેંજિંગ રૂમમાં ગયા અને થયું આવું..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

શહેરોમાં આવેલ અલગ અલગ મોલમાં કપડા ખરીદવા જતાં લોકો અને ખાસ કરીને મહિલાઓ માટે વધુ એક વખત ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદના એક જાણીતા મોલમાં સામે આવ્યો છે, જે તમામ મહિલાઓ માટે ચેતવણીરૂપ છે. શહેરનાં વસ્ત્રાપુર લેક પાસે આવેલ આલ્ફાવન મોલમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલા એલન-સોલી શોરૂમમાં બુધવારે એક ઘટના ઘટી હતી. એક જાણીતા સર્જનનાં તબીબ પત્ની કપડાંનો ટ્રાયલ લેવા ચેન્જરૂમમાં ગયા હતા. તે સમયે શો-રૂમનો કર્મચારી બોક્સ પર ચડી ચેન્જરૂમમાં જોઇ રહ્યો હતો. જે પછી મહિલા તબીબે બુમાબુમ કરતા આરોપી ફરાર થઇ ગયો હતો. તે દરમિયાન સર્જન પણ તે વ્યક્તિને જોઇ ગયા હતાં એટલે તેમણે પણ કંપનીને ઇમેઇલ કરીને આખી બાબતની જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે શુક્રવારે આ મામલે ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે,

બોડકદેવ વિસ્તારમાં રહેતાં સર્જન તરીકે નામના ધરાવતાં ડોક્ટર તેમની તબીબ પત્ની હોળીના દિવસે બુધવારે સવારે આલ્ફાવન મોલમાં ગયા હતા. બંન્ને ગ્રાઉન્ડ ફલોર પર એલન સોલીના શો-રૂમમાં ગયા હતા. આ શોરૂમના તમામ ચેન્જરૂમ ઉપરથી ખુલ્લા હતા. ડોક્ટર ટ્રાયલ લઈને બહાર આવ્યા બાદ તેમની પત્ની અંગે દુકાનનાં કર્મચારીને પૂછયું હતું. પરંતુ કર્મચારીએ જે ચેન્જરૂમ બતાવ્યો હતો તેમાં તબીબ પત્ની ન હતાં. જે ચેન્જરૂમમાંથી પત્ની બહાર આવ્યા તેમાં ત્યાંનો કર્મચારી બાજુમાં પડેલા બોક્સ પર ચડીને નજર કરતો હતો, તેથી ડોક્ટર ભારે ગુસ્સે ભરાયા હતા અને આ બાબતની જાણ કંપનીના એરિઆ મેનેજર સહિતના અધિકારીઓને કરી પગલાં લેવાની માંગ કરી હતી,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.