મહિલાતબીબ એ શા માટે નોંધાવી સાસરિયાઓ સામે ફરિયાદ..

લગ્નજીવન દરમિયાન તેના પતિ ના અન્ય મહિલા સાથે ના સબંધ હોવાનું પુનમબેન ને માલુમ પડ્યું હતું..

મહિલાતબીબ એ શા માટે નોંધાવી સાસરિયાઓ સામે ફરિયાદ..

જામનગર શહેર ના પટેલકોલોની વિસ્તારમાં રહેતા અને આયુર્વેદિક તબીબ તરીકે ફરજ બજાવતા પુનમબેન બાબરીયા એ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.પુનમબેન ને છેલ્લા બે વર્ષથી  લગ્નજીવન દરમિયાન તેના પતિ ના અન્ય મહિલા સાથે ના સબંધ હોવાનું પુનમબેન ને માલુમ પડ્યું હતું..સાથે જ પતિ ચિરાગ બાબરીયા ઘરે જ પોતાના પુત્ર ની સામે દારૂ પીતો ઉપરાંત  એક પતિ તરીકેના કોઈપણ સબંધ પુનમબેન સાથે ના રાખી તેવો જયારે આ તમામ બાબતોનો વિરોધ કરતાં ત્યારે તેને મારકૂટ કરી પરેશાન કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે

પતિ તો ઠીક પણ જયારે ડોક્ટર પુનમ પતિ ની હરકતો અંગે તેના સાસુસસરા નું ધ્યાન દોરતા ત્યારે તેને પોતાના પુત્રને ઠપકો આપવાને બદલે પુત્રનો પક્ષ લઇ અને પુત્રવધુ ને મારઝૂડ કરવાની સાથે કરિયાવરમાં અદ્યતન ફર્નીચર ની માંગ કરી હોવાથી છેલ્લા બે વર્ષથી  લગ્નજીવનમાં કંટાળી ગયેલ મહિલા તબીબ પુનમ બાબરીયા એ જામનગરના મહિલાપોલીસસ્ટેશનમાં પતિ ચિરાગ બાબરીયા,સાસુ હંસાબેન બાબરીયા અને સસરા વેલજીભાઈ બાબરીયા સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા  સભ્યસમાજમા ચકચાર જાગી છે...