મજુર એટીએમ તો તોડ્યું પણ પોલીસના હાથમાં આવી ગયો 

જાણો કઈ રીતે 

મજુર એટીએમ તો તોડ્યું પણ પોલીસના હાથમાં આવી ગયો 

Mysamachar.in-સુરત:

સમગ્ર રાજ્યમાં કેટલાય ધંધા ઉદ્યોગોમાં મંદીએ માથું ઊંચક્યું છે, અને કેટલાય લોકો બેરોજગાર બની રહ્યા છે, ત્યારે સુરતમા મંદીના મારે એક શખ્સને એટીએમ મશીન તોડવા સુધી પહોચાડ્યો પણ તે સફળ થાય તે પૂર્વે જ પોલીસના હાથમાં આવી ગયો, સુરત શહેરના અડાજણ પાલ આરટીઓ ત્રણ રસ્તા નજીક આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ તોડવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો. જો કે આરોપી રૂપિયા લઈને નાસે તે પહેલા જ અડાજણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે એટીએમ ચોરીની કોશિષ અને નુકસાનીનો ગુનો નોંધી આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. એટીએમ તૂટવાનો પ્રયાસ થતાં જ બેન્કની મુંબઈ ઓફિસે જાણ થઈ ગઈ હતી, જેથી પોલીસને તાત્કાલિક ઘટનાની જાણ કરવામાં આવતા  પેટ્રોલિંગમાં ફરતી અડાજણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસને શખ્સની અટકાયત બાદ જે પ્રાથમિક માહિતી સામે આવી છે તેમાં આરોપી ડુમસ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને મૂળ નેપાળનો વતની છે. આરોપી મહેશ શ્રીરામજતન યાદવ, મંદીના મારમાં સપડાયેલ હોય એટીએમ તોડવાનું નક્કી કર્યાનું સામે આવે છે, હવે આરોપીએ ખરેખર શા માટે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો તેના મુળિયા કેટલા ઊંડા છે અગાઉ કોઈ ચોરીમાં ઝડપાયો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ આગળ વધારી રહી છે.