વરસાદી પાણીસાથે કુરંગાની ઘડી કંપનીના પ્રદુષણ ખેતરોમા ફરી વળતા ત્રાસ

ઘડી ડીટર્જન્ટથી આજુબાજુ શોથ-આંદોલનના મંડાણ

વરસાદી પાણીસાથે કુરંગાની ઘડી કંપનીના પ્રદુષણ ખેતરોમા ફરી વળતા ત્રાસ
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામા આવેલી કુરંગાપાસેની ઘડી કંપનીમાંથી વરસાદી પાણીથી આજુબાજુના ખેતરોમાં ત્રાસદાયક સ્થિતિ સર્જાણીછે આ કંપનીના પ્રદુષણ વારંવાર તો આજુબાજુ નુકસાન કરે જ છે ચોમાસામા તો રીતસરખેડુતો ફફડી ઉઠે તેવી હાલત થઇ છે વારંવારની હાલાકી સામે કંઇ પગલા ન લેવાતા હવેઆંદોલનના મંડાણ થશે તેમ ચીમકી પણ અપાઇ છે, જો કે આસપાસના બધા પક્ષના આગેવાનો અનેઅવાજ ઉઠાવે તેવા નેતાઓનું મો કંપની દ્વારા ક્યારનું બંધ કરી દેવામાં આવ્યું છેએટલે તો સચવાયેલા નેતાઓ કંપની સામે અવાજ ઉઠાવતા આજ્દીવસ સુધી ક્યારેય નજરે પડ્યા નથી,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગામાં  આર.એસ.પી.એલ.(ઘડી ડીટરજન્ટ) કંપનીનો સોડાએશબનાવવાનો પ્લાન્ટ સ્થાપવામાં આવેલ છે. આ સોડાએશ કંપનીના પ્રદૂષણ બાબતે અવાર નવારસ્થાનીક ખેડૂતો,માછીમારો ની ફરિયાદો ઉઠતી જ રહી છે, વિશ્વના પ્રદૂષણનિષ્ણાંતોના મત મુજબ સૌથી વધારે પ્રદૂષણ સોડાએશ બનાવતી કંપનીઓમા થતું હોય છે.ત્યારે આ બાબતે સોડાએશ બનાવતી આ કંપની અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ વધારે જાગૃતરહેવું જરૂરી છે પરંતુ એવું કઈ થતું નથી અને પ્રદૂષણ બાબતે વ્યાપક ફરિયાદો આવે છે, દ્વારકા જિલ્લા કોંગ્રેસની તાજેતરમાં થયેલ એકરજુઆતમા ખુબ સુચક રીતે જણાવાયુ છે કે હાલમાં જ આ વિસ્તારના મુખ્ય પ્રદૂષણ બોર્ડનાઅધિકારી લાંચ વિભાગમા જડપાયા છે તે પણ અનેક શંકા કુશંકા ઉજાગર કરે છે,

હાલમાં દેવભૂમિદ્વારકા જીલ્લામાં વ્યાપક વરસાદ પડેલ છે ત્યારે ઘડી કંપનીનું પ્રદૂષણ પાણી આજુ-બાજુનામોટી સંખ્યાના ખેતરોમાં ફેલાઈ ગયું છે આ પ્રદુષિત પાણી ના કારણે ખેતીના જમીનોનેવ્યાપક નુકશાન થયેલ છે આ બનવાની તાત્કાલિક પ્રદૂષણ બોર્ડ ના ઉચ્ચ અધિકારીઑ પાસે થીતપાસ કરાવવામાં આવે અને ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે અનેગુનાહિત બેદરકારી બદલ કંપનીના જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ સખ્ત પગલાં ભરવામાં આવેતેવી પ્રબળ માંગ ઉઠી છે,આ અંગે સરકાર દ્વારા તાત્કાલિક કોઈ પગલાંઑલેવામાં નહીં આવે અને સ્થાનીક ખેડૂતોને ન્યાય નહીં મળે તો નાછૂટકે ખેડૂતોના વ્યાપકહિતો માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ ચીમકી અપાઇ છેકેમકે લાંબા સમયથી આ ત્રાસ સામે હવે યુદ્ધ એ જ એક રસ્તો હોવાનુ આક્રોશ પુર્ણ રીતેજણાવાયુ છે.