મોટીખાવડીમા થી ગાંજાનો જથ્થો ઝડપાયો,જાણો શું હતો 5 ગ્રામનો ભાવ...

SOG નું ઓપરેશન..

મોટીખાવડીમા થી ગાંજાનો જથ્થો ઝડપાયો,જાણો શું હતો 5 ગ્રામનો ભાવ...

Mysamachar.in-જામનગર:

મોટીખાવડી નજીક પરપ્રાંતીયોને વસ્તીને લઈને ગુન્હાખોરીનું પ્રમાણ પણ સમયાંતરે વધતું જોવા મળતું હોય છે,ત્યારે જામનગર એસઓજીની ટીમે મોટીખાવડી વિસ્તારમા દરોડો પાડી ભાડાની ઓરડીમા ગાંજાનું વેચાણ કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે,

મોટીખાવડીમા મજુરી કામ કરીને રાજારામભાઈ મારાજની ઓરડીમા રહેતા સહીન્દ્ર હરદેવ સહની નામના મૂળ બિહારના વતનીને ત્યાં એસઓજી પીએસઆઈ વાગડિયા સહિતની ટીમે રેઇડ કરતાં ૧ કિલો ૩૭૫ ગ્રામ ગાંજાનો જથ્થો અને વજનકાંટા સહિતની ચીજવસ્તુઓ પોલીસને મળી આવી હતી,પોલીસે શખ્સની વધુ પૂછપરછ કરતાં તે ગાંજો બહારથી લાવી અને ૫ ગ્રામ ગાંજો ૨૦૦/- લેખે વેચાણ કરી રહ્યાનું સામે આવ્યું છે,એસઓજીએ  ઝડપી પાડેલ શખ્સને મેઘપર પોલીસને સોંપી આપ્યો છે,અને આ મામલે મેઘપર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.