Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતત ફિલ્ડ પર રહી અને લોકોની શું સમસ્યા, થઇ રહેલા કામો યોગ્ય થાય છે તેમાં શું ફેરફારની જરૂર છે, વગેરે બાબતોની એસી ઓફિસમાં બેસીને નહિ પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સતત સમીક્ષા કરતા રહે છે,અને તેવો માટે જ શહેરીજનોમાં ખુબ લોકપ્રિય બની રહ્યા છે, એવામાં આજે વોર્ડ નં.1 ના વિસ્તારોમાં પ્રાથમીક સુવિધાનો અભાવ તેમજ ભૂગર્ભ ગટર અંગેની પડતી પારાવાર મુશ્કેલીઓ અંગે વોર્ડ નં.1 ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદભાઈ પલેજાની સામાન્ય સભામાં તેમજ લેખીત તથા મૌખિક રજુઆતના અનુસંધાને આજે ખુદ કમિશ્નર વિજયકુમાર ખરાડી ટીમના અધિકારીઓ સાથે કોર્પોરેટર કાસમભાઈ જોખીયા, કોર્પોરેટર જુબેદાબેન નોતીયાર તથા વોર્ડના આગેવાનો બેડી વિસ્તારની નીચાણ વાળા વિસ્તારો જેવા કે ફારુકે આઝમ ચોક, હૈદર કરાર ચોક, રેલ્વેના પાટાવાળો વિસ્તાર, ઈમામે આઝમ ચોક, થરી વિસ્તાર, હોળી ફળી, ગઢવાળી સ્કુલ વાળો વિસ્તાર, અને ભુગર્ભ ગટરનો સંપ બનાવવામાં આવેલ છે.
ખારી વિસ્તાર સુધી ચાલીને બધીજ જગ્યાએ રોડ, રસ્તા, સફાઈ, અને ભૂગર્ભ ગટરથી ગંદકી, અને પીવાના પાણીના ગટરના મીશ્રણ અંગેની જાત નીરીક્ષણ કરી અને રસ્તામાં ઉભા રહીને વિસ્તારના લોકોને રહેવાસીઓને તેઓની રજુઆતો ધ્યાનપૂર્વક સાંભળી લગત અધિકારીઓને તાત્કાલીક આ બાબતે કાર્યવાહી કરવાની સુચના આપેલ અને વિસ્તારના લોકોને વિકાસ માટેની ખાતરી આપેલ. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે બેડી વિસ્તાર મનપામાં ભળ્યા બાદ પ્રથમ વખત જ આજે કમિશ્નર વિજય ખરાડી પોતાના અધિકારીઓની ટીમ સાથે જુદા જુદા વિસ્તારમાં બે કીલોમીટર જેટલુ ચાલીને વિસ્તારના રોડ, પાણી ગટરના અને સફાઈ સહિતના કામોનું જાત નિરીક્ષણ કરેલ હતું,