સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

જાણો નવી કિંમત

સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

લગ્નની સીઝનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, આ સીઝનમાં પણ મોટી સંખ્યામાં લગ્નો થયા, જો કે તેમ છતા એવું લાગી રહ્યું છે કે આ વખતે લોકોએ લગ્નમાં સોનું ખરીદવામાં કંજુસી કરી છે. કારણ કે માંગ ઘટતાં સતત સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યાં છે. ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. મંગળવારે ડોલર સામે રૂપિયો મજબૂત રહેવાની અને ગ્લોબલ માર્કેટમાં વેચવાલીની સીધી અસર સોના-ચાદી પર પડી છે. મંગળવારે દિલ્હી સર્રાફા બજારમાં સોના-ચાંદી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવમાં રૂપિયા 95નો ઘટાડો આવ્યો છે, જ્યારે ચાંદીમાં 128 રૂપિયાનો ઘટાડો થયો છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીની માંગમાં સુસ્તી જોવા મળી રહી છે જેના કારણે સતત ભાવ ઘટી રહ્યાં છે. દિલ્હીમાં 38,555થી ઘટીને હાલ 10 ગ્રામ સોનાની કિંમત 38,460 રૂપિયા છે, તો ચાંદી 44,735થી ઘટીને હાલ પ્રતિ કિલોના 44,607 રૂપિયા છે.