દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો નવો ભાવ

તહેવારો પહેલા મોટા સમાચાર

દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો નવો ભાવ
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

ડોલરના મુકાબલે રૂપિયામાં નબળાઇ આવતા ફરી એકવાર સોનાની કિંમતમાં વધારો આવ્યો છે. શુક્રવારે દિલ્હી સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 126 રૂપિયા વધ્યા છે. તો ઇન્ડસ્ટ્રી તરફથી માગ વધતા ચાંદીના ભાવમાં પણ 380 રૂપિયા પ્રતિ કિલોએ વધ્યા છે. વેપારીઓનું કહેવું છે કે દિવાળી દરમિયાન સોના-ચાંદીની ધૂમ ખરીદી થતી હોય છે, જેથી માગ વધતા સોનાની કિંમતમાં વધારો જોવા મળશે, એક અનુમાન પ્રમાણે દિવાળી-ધનતેરસમાં સોનાના ભાવ 40 હજારને પાર કરવાનો અંદાજ છે.

દિલ્હી સર્રાફા બજારમાં શુક્રવારે સોનાની કિંમત 126 રૂપિયા વધી 39,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિવાળીના તહેવાર સુધીમાં સોનાની કિંમત 40 હજાર પહોંચવાની શક્યતા છે. તો ચાંદીની કિંમત 48 હજાર સુધી પહોંચી જશે. માર્કેટ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તહેવારોમાં માગ વધવાને લઇને તેઓ આશાવાદી છે. એક અંદાજ પ્રમાણે વર્ષમાં સોના અને ચાંદીની જેટલી ખરીદી થાય છે તે પૈકી 30 ટકા ખરીદી એકલા દિવાળીના મહિનામાં થાય છે. વૈશ્વિક મંદીના એંધાણ અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને શેરબજારમાં ભારે અનિશ્ચિતતા છે જેના કારણે રોકાણકારો આગળ આવી રહ્યાં નથી.