5 વર્ષીય બાળક સહીત ત્રણની હત્યાથી સનસનાટી

રાજ્યમાં અહી બની છે આ ઘટના...

5 વર્ષીય બાળક સહીત ત્રણની હત્યાથી સનસનાટી

Mysamachar.in:સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પોશીનાના અજાવાસ ગામમાં ટ્રિપલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પોશીનાના અજાવાસમાં 5 વર્ષના એક બાળક સહીત ત્રણ વ્યક્તિઓની હત્યાનો મામલો સામેં આવતા સનસનાટી મચી જવા પામી છે, ગત રાતે બનેલી ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ બંને આધેડ વ્યક્તિઓ કૌટુંબિક સગા હોવાનું સામે આવી રહ્યુ છે. ઘરમાં એક વ્યક્તિ સાથે ખાટલામાં સૂતેલા બાળકનું પણ મોત નીપજ્યુ છે. આ ઘટનામાં આધેડે એકબીજા પર કુહાડીથી ઘા માર્યા હતા. જે બાદ બંનેના મોત નીપજ્યા છે. આ ચકચારી ઘટના અંગે પોલીસને જાણ થતા પોશીના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.અને વધુ છાનબીન કરવામાં આવી રહી છે.