કંપનીમાં 5 કરોડનો કોન્ટ્રાકટ મેળવવા મેનેજરનું અપહરણ કરી ધાકધમકી આપનાર સામે ગુન્હો દાખલ

જામનગર નજીક મેઘપર પડાણા નજીકની ઘટના 

કંપનીમાં 5 કરોડનો કોન્ટ્રાકટ મેળવવા મેનેજરનું અપહરણ કરી ધાકધમકી આપનાર સામે ગુન્હો દાખલ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર આવેલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિનું અપહરણ કરી 5 કરોડનો કોન્ટ્રાકટ મેળવવા ધાકધમકી આપનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ  છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ મૂળ બિહારના અને હાલ જામનગર શહેરમાં વસવાટ કરતા પવનકુમાર મનીન્દરકુમાર શર્માને "નયારા એનર્જી કંપની’’ના નવા પ્રોજેકટમા ’’ટેકનીપ ઇન્ડીયા લીમીટેડ કંપની’’મા કોન્ટ્રાકટ મેળવવા માટે આરોપી રણજીતસિંહ કલુભા જાડેજા જે ટીંબડીના રહીશ હોય તેવોએ બળજબરી પુર્વક ડરાવી ધમકાવી કંપનીમા 5 કરોડ રૂપીયાનો કોન્ટ્રાકટ મેળવવા રણજીતસિંહ સહિતના ચાર આરોપીઓ ક્રેટા કાર નંબર-GJ.23.CE.7777મા આવી મેનેજરની ઇનોવાકારને રોડ વચ્ચે રોકાવી લાકડીઓ જેવા હથિયાર ધારણ કરી મેનેજર પવનકુમારને નીચે ઉતારી જાનથી મારી નાખવાની તેમજ ટાટીયા ભાંગી નાખવાના ભયમા મુકવાની ધમકી આપી આરોપીઓએ તેઓની ક્રેટાકારમા બળજબરીપુર્વક બેસાડી દઇ અપહરણ કરી,માનસીક હેરાન પરેશાન કરી,તેમજ ફોન ઉપર સતત ધમકીઓ આપવા સબબની ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકમાં નોંધતા પીએસઆઈ કે.આર.સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.