જામનગર:મોટીખાવડી મા ૨૪ કલાકમાં ૨૦ ઈંચથી વધુ વરસ્યો વરસાદ,રિલાયન્સ રીફાઈનરીમા પાણી જ પાણી!!

૨૪ કલાકમાં ૨૦ ઈંચ થી વધુ વરસાદ

જામનગર:મોટીખાવડી મા ૨૪ કલાકમાં ૨૦ ઈંચથી વધુ વરસ્યો વરસાદ,રિલાયન્સ રીફાઈનરીમા પાણી જ પાણી!!

mysamachar.in-જામનગર:જામનગર ખંભાળિયા હાઈવે પર છેલ્લા બે દિવસ થી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે..જેને લઈને મોટીખાવડી,સિક્કા,પડાણા સહિતના વિસ્તારો  ભારે પ્રભાવિત થયા છે...સાથે જ વિશ્વવિખ્યાત રિલાયન્સ કંપની અને રિલાયન્સ મોલ મા પણ પાણી ઘુસી ગયાની તસ્વીરો અને વિડીયો છેલ્લા બે દિવસ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે..
રિલાયન્સ રીફાઈનરી ઉપરાંત ભારે વરસાદને કારણે આસપાસ આવેલ જીએસએફસી સહિતની કંપનીઓને પણ વરસાદ ને લઈને કર્મચારીઓ અને અધિકારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે..તસવીરોમાં જેપ્રમાણે જોઈ શકાય છે તે રીતે રિલાયન્સ ની હાઈ સિક્યુરિટી ની શરમ રાખ્યા વિના મેઘરાજાએ કંપની અંદર દે ધના ધન મેઘવર્ષા કરતાં કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓની ગાડીઓ જાણે પાણીમાં તરવા લાગી હોય તેમ તસ્વીરો સ્પષ્ટ કરે છે..મોટીખાવડી અને રિલાયન્સ રીફાઈનરી આસપાસના વિસ્તારોમાં ૨૪ કલાકમાં ૨૦ ઈંચ થી વધુ વરસાદ તૂટી પડતા આસપાસના ગામો મા પણ ખેતીને ભારે નુકશાન તો થયું છે..સાથે જ રીફાઈનરી મા પણ ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે...