ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

બીજમા થી વટવૃક્ષ બની અનેક કર્મચારીઓ અધીકારીઓ માટે માર્ગદર્શક બની રહેલા આ ઉચ્ચ અધિકારી

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના P.S.(જોઈન્ટ સેક્રેટરી) જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત

Mysamachar.in-જામનગર:

ગુજરાતભરમા જ્યારે સરકારી કર્મચારી જ માત્ર નહી પરંતુ લોકો માટે સમર્પિત કર્મયોગી જ સુશાસનના અભિન્ન અંગ છે તે કન્સેપ્ટ જ્યારે રાજ્યના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમા મુકાવેલો ત્યારે સનદી અધીકારીઓ, સચિવાલયના કેટલાય અધિકારીઓ છે જેની નોંધ લેવી પડે, આવા જ એક જેવો કાર્યોથી સુવાસ ફેલાવનાર જે.એમ.મિસણની સચિવાલય સંવર્ગની સેવા બારીકાઇ દાદ માંગી લે છે તેમ સચિવાલયના સુત્રો જણાવે છે, તેમજ હાલારમા હાલ રાજ્યભરની જેમ શિક્ષણયજ્ઞ પ્રજવલીત છે તેમા નૈતિક ફરજની આહુતિથી યજ્ઞ પ્રજવલીત રાખવા આવી પહોચેલા આ અધીકારીના ચિંતન મનન દરમ્યાન પણ પ્રતિતિ થયા વગર ન રહે તેવુ સહેજે તારણ નીકળ્યુ છે કેમકે તેઓ બીજમા થી વટવૃક્ષ બનીને અનેક સચિવાલયકક્ષાના કર્મચારીઓ અધીકારીઓ માટે તેઓ માર્ગદર્શક છે,

હાલ જ્યારે ગુજરાત રાજ્યના "શિક્ષણયજ્ઞ" ઉત્સવના ભાગરૂપે હાલારમા આ સચિવાલયકક્ષાના "કર્મયોગી"ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તેવા હાલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પી.એસ. જોઈન્ટ સેક્રેટરી જે.એમ.મિસણ સાથે ખાસ મુલાકાત અત્રે પ્રસ્તુત છે, આ તકે સરકારી નોકરીના 35 વર્ષના અનુભવોથી માંડીને હાલની પરિસ્થિતિની સ્મૃતિસભર વિશીષ્ટ અને વાગોળવા જેવી  વાતો તેઓએ કરી છે અને સ્વયંબીજમા થી વટવૃક્ષ બની અનેક કર્મચારીઓ અધીકારીઓ માટે માર્ગદર્શક બની રહેલા આ સચિવાલય સેવાના અધિકારી સેવાની મિશાલ સમાન છે,

જામનગર ખાતે શાળા પ્રવેશોત્સવમાં આ એક અનોખા અધિકારી પણ પહોચ્યા હતા જેવોએ ક્લાસ થ્રી થી માંડીને સુપર ક્લાસ વન ઓફીસર સુધીની સફર સુધી પહોચેલા મૂળ મોરબી જીલ્લાના વતની જે.એમ.મિસણ સાથે “માય સમાચારના રવિ બુદ્ધદેવે” વિશેષ વાતચીત કરી હતી,  સૌમ્ય સ્વભાવ, દરેકની વાતને સાંભળવી, અને સચિવાલયમાં તેવો એટલો અનુભવ ધરાવે છે કે જેની નોટીંગ સાથે હોય પછી ઉચ્ચ અધિકારીઓ પણ આંખ મીચીને ફાઈલ પર સહી કરી આપે તેટલા ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસુ એવા 35 વર્ષથી સચિવાલય સંવર્ગ સેવામાં ફરજ બજાવતા અને હવે નિવૃત્તિને આડે  માત્ર 6 માસ જેટલો જ સમયગાળો બાકી છે, હાલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પી.એસ.(જોઈન્ટ સેક્રેટરી) તરીકે ફરજ બજાવે છે.

સચિવાલયના વિવિધ મહત્વના વિભાગોમાં અલગ અલગ પોસ્ટ પર મિસણે પોતાની ફરજ બજાવી છે, જેમાં તેવો મહેસુલ, નાણા, સામાન્ય વહીવટ, માર્ગ મકાન, શિક્ષણ અને છેલ્લ ઉર્જા વિભાગમાંથી તેવોને ભુપેન્દ્ર પટેલની સરકારની રચના બાદ મિસણને રાજ્યના સૌથી યુવા એવા ગૃહમંત્રીના પી.એસ.તરીકેની ખુબ મોટી જવાબદારી હાલ તેવો નિભાવી રહ્યા છે, તેવો સચિવાલયના અનુભવો વર્ણવતા કહે છે કે આમ તો પહેલાથી રાજ્યનું પાટનગર હોવાથી અરજદારો, મુલાકાતીઓ ગાંધીનગર સુધી આવતા હોય છે, પણ આ ઘસારો અને કયાંકને કયાંક લોકોમાં દરેક પ્રશ્નોનેને લઈને જાગૃતિ આવી છે તેને કારણે અરજદારોનો ઘસારો ખુબ વધ્યો છે. અને તેમાં પણ લોકો પોતાની આશ લઈને આવે ગાંધીનગર સુધી ધક્કો ખાય છે ત્યારે તેનું કામ યોગ્ય અને નિયમ મુજબનું હોય તો થઇ જાય તેવો પ્રયાસ અમારા વિભાગ દ્વારા કરવામાં આવતો હોય છે.

-શિક્ષણ વિભાગની ફરજ દરમિયાનના અનુભવો-વાગોળવા જેવી વાત

રાજ્યના શિક્ષણ વિભાગમાં જયારે જે.એમ.મિસણ નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેવો ગુજરાત રાજ્યના શિક્ષકોના યુનિયનની આવતી રજુઆતો અને હોદેદારો સાથે સંકલન સાધી ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓને ધ્યાને મૂકી 4200 ગ્રેડ પે કમિટીના અધ્યક્ષ તરીકે, ઉપરાંત કેળવણી નિરીક્ષકના તાલુકા અધિકારી તરીકેના પ્રમોશન અને કેળવણી નિરીક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના લાભો મળે તે માટેની કાર્યવાહીમાં અગ્રીમ રોલ ભજવ્યો છે,

-જાણો હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિષે......જોઈન્ટ સેક્રેટરી મિસણનુ રસપ્રદ એનાલીસીસ 

મારો ટૂંકા સમયનો ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેનો કાર્યકાળ રહ્યો છે પણ નિર્ણયો લેવામાં પાવરધા ગૃહમંત્રી સાથે કામ કરવાનો મને આનંદ છે, ગૃહમંત્રીની નાની ઉમર પણ કોઠાસૂઝ ઝબરી છે અને તેને કારણે જ રાજ્યમાં તેવોએ ડ્રગ્ઝના રેકેટને નાથવા દરેક ઉચ્ચ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે અને તેવો ડ્રગ્ઝ મામલે એક ટકો પણ ચલાવી લેવાના મુડમાં નથી, જેનાથી આપણા રાજ્યનું યુવાધન નશાની લત પાછળ જતું અટકી રહ્યું છે, સાથે જ બળાત્કારીઓ, હત્યારાઓ, અને દીકરીઓનું શોષણ કરનાર સામે પણ સખ્ત કાર્યવાહીના આદેશો પણ ગૃહમંત્રીએ કર્યા છે.વધુમાં એલઆરડી અને પીએસઆઈની પરીક્ષામાં જરૂરી ફેરફાર તેમના વડપણ હેઠળ થયા છે. જેનો હું સાક્ષી રહ્યો છું.